Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

મોરબીના કાલિકા પ્લોટમાં નામચીન આરીફ મીર પર ત્રણ અજાણ્યા શખ્શો દ્વારા ફાયરિંગ :એક બાળક સહિત બે ના મોત :ફાયરિંગ કરનાર એક ઝડપાયો

આસિફ મીરને બચાવવા પડેલ યુવાનનું ગંભીર ઇજા થતા મોત :13 વર્ષના બાળક વિશાલ બાંભણિયાનું રાજકોટમાં સારવારદરમિયાન મોત

મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં આજે સાંજે નામચીન આરીફ મીર અંધાધૂંધ ફાયરિંગમાં એક બાળક સહીત બે ના મોત નિપજ્યા છે ત્રણ શખ્શો દ્વારા અંધાધૂંધ ફાયરિંગમાં આરીફને બચાવવા પડેલા યુવાન ગંભીર ઇજા પામતા તેનું મોત નીપજ્યું છે જયારે એક બાળકને ગોળી વાગતા તેને રાજકોટ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન 12 વર્ષના વિશાલ લખમણભાઇ બાંભણિયાનું મોત થયું છે

     ફાયરિંગ કરનારા ત્રણ શખ્શોમાંથી એક શખ્શને ઝડપી લેવાયો છે જયારે અન્ય બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે ફાયરિંગ કરી રહેલા બે શખ્સોમાંથી એક શખ્સ સ્થાનિક લોકોની હાથમાં આવી ગયો હતો, જેને બાદમાં લોકોએ માર માર્યો હતો.

  પ્રાથમિક તપાસમાં કહેવામાં આવી રહ્યું છે કે ફાયરિંગ કરનાર  શખ્સો કોન્ટ્રાક્ટ કિલર છે. અને સમીસાંજે અંધાધૂંધ 40 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું

આ અગાઉનાં અહેવાલ મુજબ મોરબીના કાલિકા પ્લોટમાં સાંજે અંધાધૂંધ ફાયરિંગ થતા ખળભળાટ મચી ગયો છે   ઘટનામાં ભાડૂતી મારનો ઉપયોગ થયાની ચોંકાવનારી ચર્ચા વચ્ચે કુલ પાંચ ઇજાગ્રસ્ત થયા છે જેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘટનાને પગલે મોરબી એસઓજી, એલસીબી સહિતનો કાફલો સિવિલ પહોંચી ગયો હતો.

   જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કાલિકા પ્લોટમાં આજે સાંજના સમયે  અંધાધૂંધ ફાયરિંગ થતા આરીફ ગુલામ મીર (.૩૨,) ઇમરાન સુમરા (. ૨૨ ) સિપા વસીમભાઈ માંકડ (.૧૨ )અને અન્ય એક પાંચ વર્ષના બાળકને ઇજાઓ પહોંચતા મોરબી સિવિલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. ઉપરાંત ઘટનામાં એક હિન્દી ભાષી શખ્સ પણ ગંભીર ઇજાઓ સાથે સિવિલમાં દાખલ કરાયો છે .

 બીજી તરફ ઘટના જૂની અદાવતને કારણે ઘટી હોવાનું જણાવી સૂત્રોએ ઉમેર્યું હતું કે ઘટનામાં કાલિકા પ્લોટના આરીફ ગુલામ મીર અને ઇમરાન સુમરા ઇજાઓ પહોંચી છે જેને પહેલા ક્રિષ્ના હોસ્પિટલ બાદ રાજકોટ ખસેડવામાં આવ્યો છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે ગંભીર ઇજાઓ સાથે સિવિલ હોસ્પિટલ મોરબીમાં ખસેડાયેલ હિન્દીભાષી શખ્સ ભાડૂતી મારો હોવાનું જણાવી સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્તને રાજકોટ રીફર પણ કરવા દેવામાં ખુબજ માથાકૂટ કરી હતી અને પોલીસ સાથે પણ ગરમા ગરમી બાદ યુવાનને રાજકોટ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

 

(11:37 pm IST)