Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

જસદણ પેટાચુંટણી : ભાજપ સ્ટાર પ્રચારક ઉતારવા તૈયાર

અવસર નાકિયા છકડો રિક્ષા ચલાવીને પહોંચ્યા : કોંગ્રેસ પાર્ટી પ્રચારમાં મહત્તમ જોર લગાવી રહી છે ત્યારે ભાજપ પણ કયાંક કાચુ નહીં કપાય તેને લઈને તૈયારીમાં

અમદાવાદ, તા.૮ : જસદણ વિધાનસભાની પેટાચૂંટણીનો શંખ ફૂંકાઈ ચુક્યો છે. જેને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા બહુમતી મળવાના દાવાઓ કરવાની સાથે-સાથે ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં ભાજપ દ્વારા પરેશ રાવલ, સ્મૃતિ ઈરાની સહિતના ૩૫ સ્ટાર પ્રચારકોને બોલાવવાનો તખ્તો ઘડાયો છે. તો કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાએ સમર્થકો સાથે છકડો રિક્ષા ચલાવીને લોકોની મુલાકાત લેવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસનો પ્રચાર પૂરજોશમાં અને ભારે આક્રમકતા ચાલી રહ્યો હોવાનું ચિત્ર આજે સામે આવ્યું હતું. અવસર નાકિયાએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું હતું કે, જસદણની ચૂંટણીમાં  આ વખતે કોંગ્રેસની જીત નક્કી છે, જસદણની પ્રજા કોંગ્રેસની સાથે જોડાયેલી છે અને કોંગ્રેસનો સાથ જ આપશે. કુંવરજી બાવળિયા મુદ્દે તેમણે પ્રહાર કર્યાે હતો કે, બાવળિયાએ સત્તાની લાલચમાં કોંગ્રેસ પક્ષ અને જસદણની જનતા સાથે ગદ્દારી કરી છે પરંતુ જસદણની જનતા બાવળિયાના આ વિશ્વાસઘાતને માફ નહી કરે. તા.૨૦મીએ કોંગ્રેસની તરફેણમાં મતદાન કરી જનતા ભાજપને અને બાવળિયાને જોરદાર જવાબ આપશે. નાકિયાએ ઉમેર્યું હતું કે, ચૂંટણીમાં મત માંગવા ઉમેદવારે પોતાના દમ પર નીકળવું જોઈએ. જસદણની પ્રજા સ્ટાર પ્રચારકોની સાથે ઉભા રહેવાથી મત આપે તેટલી અજ્ઞાન નથી. અહીંની પ્રજાએ હંમેશા કોંગ્રેસના હાથને સાથ આપ્યો છે. પક્ષપલ્ટો કરનારને પ્રજા ચોક્કસ જવાબ આપશે અને આગામી ચૂંટણીમાં કોંગ્રેસની ભારે બહુમતીથી જીત થવાનો વિશ્વાસ પણ નાકિયાએ વ્યક્ત કર્યો હતો.જસદણનો જંગ ભાજપ અને કોંગ્રેસ માટે અસ્તિત્વનો સવાલ છે. ત્યારે ભાજપે મુખ્યમંત્રી રૂપાણી સહિતના રાજકીય આગેવનો તેમજ હિતુ કનોડિયા, પરેશ રાવલ અને સ્મૃતિ ઈરાની સહિતના સ્ટાર પ્રચારકોને લાવવા ચૂંટણી તંત્રને યાદી મોકલીઆપી છે. જ્યારે કોંગ્રેસ માટે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલની રાજ્યગુરૂ ડાયરાઓ યોજીને અને કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા પોતે સમર્થકો સાથે છકડો રિક્ષા ચલાવીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. હાલ તો કોંગ્રેસ જોરદાર આક્રમકતા અને પૂરજોશમાં પ્રચાર કરી રહ્યું છે અને ભાજપ કરતાં પ્રચારમાં તેનું પલ્લું ભારે જણાય છે પરંતુ આગામી દિવસોમાં ભાજપ સ્ટાર પ્રચારકો પ્રચારમાં ઉતારી જસદણની પ્રજાને રીઝવવાના ભૂરપૂર પ્રયાસો કરવાનું છે તે નક્કી છે.

પેટાચુંટણીની સાથે સાથે

   જસદણ પેટાચુંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસે તમામ તૈયારીઓ શરૂ કરી લીધી

   ચુંટણી પ્રચારમાં પણ બંને પક્ષો વ્યસ્ત બન્યા

   કોંગ્રેસ પાર્ટીના પ્રચાર બાદ ભાજપ પણ હવે પરેશ રાવલ અને સ્મૃતિ સહિત સ્ટારક પ્રચારકોને મેદાનમાં ઉતારશે

   કોંગ્રેસ માટે ઈન્દ્રનીલની ટીમ દ્વારા જુદા જુદા ડાયરાઓ યોજવામાં આવશે

   અવસર નાકીયા સમર્થકો સાથે છકડો રીક્ષા ચલાવીને ચુંટણી પ્રચાર કરી રહ્યા છે

   જસદણની પ્રજાને રીઝવવાના તમામ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા

   પેટાચુંટણીના પરિણામ ભાજપ માટે હંમ

(8:22 pm IST)
  • પેરિસમાં વિરોધ પ્રદર્શનને પગલે એફિલ ટાવર પ્રવાસીઓ માટે બંધ કરાયો :છેલ્લા એક દાયકામાં સૌથી ખરાબ હિંસાના માહોલને ધ્યાને લઈને ફ્રાન્સની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા પોલીસની સંખ્યા 65 હજારથી વધારીને 89 હજાર કરી દેવાઈ access_time 12:45 am IST

  • બ્રિટનમાં ગોરાની સરખામણીમાં અશ્વેત શિક્ષકોને ઓછો પગાર : BBC દ્વારા એક ભારતીય મૂળની શિક્ષિકાના અનુભવને આધારે પ્રસારિત થયેલા સમાચાર મુજબ ગોરા શિક્ષકોની સરખામણીમાં 26 ટકા ઓછો પગાર મળતો હોવાની રાવ access_time 12:40 pm IST

  • જમ્મુ-કાશ્મીર : કિશ્તવાડમાંથી સેહરાન શેખ નામના ISI એજન્ટની ધરપકડ : સુરક્ષાદળોની જાણકારી પાકિસ્તાન મોકલતો હતો access_time 1:37 am IST