Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ત્રણ વર્ષથી છૂટાછેડા થયા હોય સિક્કાના પરમાર યુવાને પત્નિના વિયોગમાં ફાંસો ખાઇ લીધો

જામનગર તા. ૮ : સિક્કા ગામે રહેતા લાલજીભાઇ તેજાભાઇ પરમારે જાહેર કરેલ છે કે, દિલીપભાઇ લાલજીભાઇ પરમાર (ઉ.વ.૩૦) રે. સિક્કા કારાભુંગાને તેના પત્ની સાથે છેલ્લા ત્રણ વર્ષથી છુટાછેડા થયેલ હોય ત્યારથી તેના પત્નીના વિયોગમાં ગુમસુમ રહેતા હોય જેના કારણે મનમાં લાગી આવતા પોતાના ઘરે પોતાના હાથે તેની પત્નીના વિયોગના લીધે ગળાફાંસો ખાઇ જતા મરણ ગયેલ છે.

પરણિતાને દુઃખ આપ્યાની રાવ

અહીં મહિલા પોલીસ સ્ટેશનમાં વર્ષાબા શકિતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, પતિ–શકિતસિંહ જગતસિંહ જાડેજા, સસરા– જગતસિંહ ભીખુભા જાડેજા, સાસુ– ઉર્મીલાબા જગતસિંહ જાડેજા જે લગ્ન જીવન દરમ્યાન નાની નાની બાબતોમાં વાંક કાઢી મેણાટોણા મારી માનસીક શારીરીક દુઃખત્રાસ આપી ગાળો કાઢી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

સગીરાનું અપહરણ

અહીં પંચ 'બી' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જશભાઈ મગનભાઈ મોતીભાઈ ઠાકોર એ ફરીયાદ નોંધાવી છે કે, ખોડીયા મંદિર પાસે, દરેડ, જામનગરમાં જશભાઈની સગીરવયની દિકરી ને આ કામનો આરોપી અજય ચીમનભાઈ ઠાકરો અપહરણ કરી લઈ જઈ ગુનો કરેલ છે.

જુગાર રમતા ત્રણ ફરાર

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કોન્સ. મેરૂભાઈ વેલજીભાઈ ભુડીયા એ ફરીયાદ નોંધાવી છે કે, નવાઝભાઈ મામદભાઈ મુંન્દ્રાખ, હાજિભાઈ ઉર્ફે ભોલાભાઈ વલીમામદભાઈ અભેસોરા, મુકેશભાઈ નાથાભાઈ પરમાર રે. ગામ સણોસરા, તા.કાલાવડ, રૂ.૧૦૬૮૦ ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે તથા હનીફભાઈ ઉમરભાઈ અભેસોરા, ભકાભાઈ મકવાણા, કાનાભાઈ દવેરા ફરાર થઈ ગયેલ છે.

દિગ્વીજય સોલ્ટ  વિસ્તારમાં જુગાર

અહીં બેડી મરીન પોલીસ સ્ટેશનમાં કોન્સ. જયરાજસિંહ દિલીપસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, ખુલ્લા પટમાં જાહેર લાઈટના અજવાળે રજાક ઉર્ફે રજુડો મામદ બુચડ, રામાભાઈ ઉર્ફે ગડો કલાભાઈ વરાણીયા, રૂ.ર૭૦૦ રોકડા મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આ કામના અન્ય આરોપી ફરાર થઈ ગયેલ છે.

ખીમરાણા ગામે ત્રણ ઝડપાયા

પંચ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. નવીનદાન વાઘદાન ગઢવી એ ફરીયાદ નોંધાવી છે કે, ખીમરાણાગામ ટાવર પાસે, હનુમાનજીના મંદિર પાસે, લખમણભાઈ જાદાભાઈ પરમાર, મોહનભાઈ કારૂભાઈ ચૌહાણ, કેશવજીભાઈ નારણભાઈ ધારવીયા,  જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હાર જીત કરી રોકડા રૂ.૩૧૬૦ સાથે ઝડપાઈ ગયેલ છે.

શોર્ટ લાગતા યુવાનનું મોત

અહીં શીવનગર શેરી નં.–૪માં રહેતા અરજણભાઈ એભાભાઈ ભારવાડીયા એ સીટી-સી પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, એભાભાઈ રણમલભાઈ ભારવડીયા, ઉ.વ.૪૯, રે. શીવનગર–ર, શેરી નં.–૪, નાળીયેરીના કાચલીના કારખાના પાસે, ૬૬ કે.વી. વિજવાયર પર બેઠેલ કબુતર પોતે પાળેલુ હોય તે ઉડાડવા જતા લોખંડવાળી લાકડી વાયરને અડી જતા શોર્ટ લાગતા મરણ ગયેલ છે.

મોટરસાયકલ સ્લીપ  થઈ જતા વૃઘ્ધનું મોત

રાતયા ગામે રહેતા અમરાભાઈ નારણભાઈ બોડાણા એ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, મોહનભાઈ નારણભાઈ બોડાણા, ઉ.વ.પપ, રે.ધોરીધાર ગામ, જામકંડોણા, રે. મોટરસાયકલ નં. જી.જે.૦૩–એ.ડી.૪૧૯૧ નું લઈને મોટાવદાળા થી પાતા મેઘપર ગામ તરફ જતા રસ્તામાં ગોલાઈમા મોટરસાયકલ સ્લીપ ખાઈ જતા માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર દરમ્યાન મરણ ગયેલ છે.

(4:07 pm IST)