Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

નાગેશ્રીના દુધાળામાં હત્યા કેસની અરજી અંગે લોખંડના સળીયા વડે હુમલો

અમરેલી તા. ૮ : નાગેશ્રીના દુધાળા નજીક હાઇવે ઉપર ટોલનાકાનું કામ કરતા પ્રવિણ સોમાભાઇ જોગડીયા ઉપર હત્યા કેસની અરજી કરવા બાબતે પ્રતાપ બાલા સહિત બે શખ્સોએ લોખંડના સળીયા વડે હુમલો કરી ઇજા કર્યાની ફરીયાદ પોલીસમાં થવા પામી હતી.

ખાંભાના જામકામાં ઉછીના રૂપિયા પ્રશ્ને પાઇપ ફટકાર્યો

ખાંભાના જામકામાં રહેતી જેન્તી મંગાભાઇ રાઠોડ ઉપર એજ ગામના કરશન પુંજા ચૌહાણ નામના શખ્સે ઉછીના રૂપિયા પ્રશ્ને પાઇપ વડે માર મારી ઇજા કર્યાની ફરીયાદ પોલીસમાં થવા પામી હતી.

અમરેલીમાં ફીનાઇલ પીધુ

અમરેલીમાં રાપર પાસે મીર સાહેબની ગલીમાં રહેતા તૌફીક રફીકભાઇ સોલંકી ભુલથી પાણીના બદલે ફીનાઇલ પી જતા સારવાર માટે અત્રેની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

(3:36 pm IST)