Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

સાવરકુંડલા : ર૦ લાખની ખંડણી માંગીને માર મારવાના ગુન્હામાં ફરાર ધર્મેશ ઉર્ફે ધમો ઝડપાયો

સાવરકુંડલા, તા. ૮ : ૨૦ લાખ ની ખંડણી માંગી માર મારી ધાક ધમકી આપવાના ગુન્હામાં છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસે પકડી પાડેલ છે.

પોલીસ અધિક્ષક  નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષકએ અમરેલી જીલ્લાના તેમજ બહારના જીલ્લાના વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ અંગે માહીતી મેળવી નાસતા ફરતા આરોપીઓ પકડી ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ રાણા સાવરકુંડલા વિભાગ નાઓના માર્ગદર્શન તળે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. શ્રી એ.પી.ડોડીયા તથા પોલીસ સ્ટાફ નાઓની ચોકકસ બાતમી આધારે ખંડણી માંગી ધાક ધમકી આપવાના ગુન્હામાં નાસતો ફરતો આરોપીને પકડી પાડી દ્યરપકડ કરી રીમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.ઙ્ગ

પકડાયેલ આરોપી ધર્મેશભાઇ ઉર્ફે ધમો ઉર્ફે ભાણો અમરૂભાઇ ધાખડાઙ્ગ ઉ.વ. ૨૨ ધંધો. ખેતી કામ રહે. ભાક્ષી – ૦૩ ( ભંડારીયા) પ્રા. શાળા સ્કુલની સામે, તા. રાજુલા જી. અમરેલી વાળાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 આઇ.પી.સી. કલમ – ૩૮૫, ૩૮૭, ૩૨૩,૫૦૪,૫૦૬(૨), ૫૦૭,૧૧૪ તથા જી.પી.એકટ કલમ – ૧૩૫ મુજબ ના કામે નાસતા ફરતા આરોપીઓએ એકાદ વર્ષ પહેલા શૈલેષ નાથા ચાંદુ તથા દાદુ નાથા ચાંંદુ સાથે મળી ફરીયાદીએ ભમ્મર થી દોલતી જવાના રોડનુ કામ ચાલુ કરવુ હોય પોતાના ગામ દોલતીમાંથી રોડ બનાવવો હોય તો રૂ. ૨૦,૦૦,૦૦૦/- ની ખંડણી આપવી પડશે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરેલ હોય જે ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીને થોરડી ગામે થી પકડી પાડેલ.

આરોપીનો ગુન્હાહિત ઇતિહાસમાં પકડાયેલ આરોપી એ એકાદ વર્ષ પહેલા તેઓએ રાજુલા શહેરમાં વકીલ સાથે મારામારી કરી ગુન્હો કરેલ છે. જે રાજુલા પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં. ૬૨/૨૦૧૮ આઇ.પી.સી. કલમ – ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા એટ્રોસીટી એકટ – ૩(૨)(૫)(એ), ૩(૧)(આર)(એસ) નોધાયેલ છે.ઙ્ગસાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ શ્રી એ.પી.ડોડીયા તથા હેડ કોન્સ. કે.એ.સાંખટ તથા હેડ કોન્સ આર.બી.મારૂ તથા હેડ કોન્સ એમ.કે.મકવાણા તથા હેડ કોન્સ જી.જી. મકવાણા દ્રારા ખંડણીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડવામાં સફળતા મળેલ છે.

(1:02 pm IST)