Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

જામનગર પીજીવીસીએલ કર્મચારીઓને પગાર પંચના લાભો આપવામાં અન્યાયઃ કાળી પટ્ટી પહેરીને વિરોધ

જામનગર તા. ૮: પીજીવીસીએલ કર્મચારીઓએ સાતમા પગાર પંચ મંજુર થયા બાદ પણ પગારપંચના લાભો નહી આપવામં આવતા હોવાના દાવા સાથે વીજ કર્મચારીઓને અછત સહિતના પ્રશ્નોને લઇને કાળી પટ્ટી ધારણ કરી રાજય વ્યાપી વિરોધમાં જોડાયા હતા.

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમીટેડ અને તેના સંલગ્ન સાતેય કંપનીઓમાં ફરજ બજાવતા પપ૦૦૦થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓના સામુહિક લાભો જેવા કે સાતમા વેતન પંચની અમલવારી પછી મળવાપાત્ર એચ.આર.એ અને એલાઉન્સ એપ્રિલ-ર૦૧૬થી ચુકવી આપવા જીએસઓ-૦૪ મુજબ સ્ટાફ મંજુર કરી તાત્કાલીક ભરતી કરવી, હાલની મેડીકલ સ્કીમ સુધારવી, હકક રજાના પૈસા રોકડમાં ચુકવી આપવા, નોન-ટેકનીકલ કેડરમાં સીધી ભરતી બંધ કરી ખાતાકીય કર્મચારીઓને પ્રમોશન આપવા ટેકનીકલ કર્મચારીઓને જોખમી કામગીરીની સામે રિસ્ક એલાઉન્સ આપવુ તે સહિત અનેક માંગણીઓ કરવામાં આવેલ હતી. પરંતુ છેલ્લા ર વર્ષથી વધુ સમયથી કોઇ સકારાત્મક નિરાકરણ નહી આવતા આખરે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઇબી  એન્જીનીયર એસોસીએશન દ્વારા સંયુકત લડત કરવાની નોટીસ આપવામાં આવેલ  પરંતુ કરેલ સમયમર્યાદામાં મેનેજમેન્ટ તરફથી કોઇ મીટીંગ કે ચર્ચા નહી થતા આખરે નિર્ધારીત આંદોલનના કાર્યક્રમ મુજબ સાચી અને ન્યાયીક માંગણીઓ અન્વયે તમામ અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

(1:00 pm IST)