Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

જામનગર મહાપાલિકામાં પાણીના ટેન્કરમાં કરોડોનો ભ્રષ્ટાચારઃ કોંગ્રેસનો આક્ષેપ

ટેન્કરના ફેરા માત્ર કાગળમાં દર્શાવી બીલ વસુલવાનું કારસ્તાનઃ મ્યુ. કમિશનરને કોર્પોરેટર અસલમ ખીલજીની રજુઆત

જામનગર તા. ૮ : અત્રેની મહાનગર પાલિકામાં પાણીના ટેન્કરોના ફેરામાં વર્ષે કરોડોનો ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસના કોર્પોરેટર અસલમ ખીલજીએ મ્યુ.કમિશનરને રજુઆત કરી આ પ્રકરણમાં તપાસ કરી કોન્ટ્રાકટરને બ્લેકલીસ્ટ કરવા માંગ ઉઠાવી છ.ે

આ રજુઆતમાં તેઓએ જણાવેલ કે નગરસીમ વિસ્તારમાં સિદ્ધનાથ કન્ટ્રકશન નામની કંપનીનું માર્ચ ર૦૧૯માં કુલ વાર્ષિક ૭પ લાખ રૂપિયાનું કામ મંજુર થયેલ જેમાં આ કન્ટ્રકશન દ્વારા જે પાણીનું ટેન્કર મારફત વિતરણ કરવામાં આવે છે. તેમાં માત્રને માત્ર કાગળ ઉપર જ થાય છે. રોજે રોજના રપ થી ર૬ ફેરા દેખાડવામાં આવે છે, અને જયારે જમીન ઉપર હકીકતમાં સ્થળ તપાસ કરતા રોજકામ કરવામાં આવેલ ત્યારે ખુબજ મોટો ભ્રષ્ટાચાર ઉજાગર થયેલ છે, તેમાં જાણવા મળેલ કે જે ટાંકા સનસીટી-ર અને રબાની સોસાયટીમાં દરરોજ પાંચ-પાંચ ટાંકા પડે છે, તે સ્થળ તપાસ અધિકારી સાથે કરતા પાંચ દિવસે અને આઠ દિવસે આવેછે, અને રામ ભરોસે ચાલે છે, આ તો ખાલી ૧ થી ર સોસાયટીનો ભ્રષ્ટાચાર બહાર આવેલ છે, આવા તો જામનગર શહેરમાં ઘણા વોર્ડ છેે, અને ઘણા બધા નગરસી વિસ્તારમાં ટેન્કર મારફત પાણી વિતરણ કરવામાં આવે છે આના પરથી સાબિત થાય છે, કે ખુલ્લો ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. જેનું કારણ અધિકારીઓની કોન્ટ્રાકટર સાથેની મિલી-ભગત છે, જેને લીધે જામનગર મહાનગરપાલિકાને વર્ષે કરોડો રૂપિયાનું આર્થિક નુકશાન ભોગવવું પડે છે. અને પ્રજા પીવાના પાણી માટે વલખા મારે છે.

રજુઆતના અંતે શ્રી ખીલજીએ જણાવેલ કે મારી માંગણી છે, કે જામનગર શહેરમાં જેટલા નગરસીમ વિસ્તારોમાં ટેન્કર મારફત પાણી પહોચાડવામાં આવે છે, તે તમામ ટેન્કરોનું સ્થળ તપાસ થવી જોઇએ, રોજકામ થવું જોઇએ જેથી માલુમ પડે કે ખરેખર લોકો સુધી સમયસર પાણી પહોંચે છે કે, કેમ ? જેથી તાકીદે તાત્કાલીક ધોરણે તપાસ કરાવી જવાબદારો ત્થા કોન્ટ્રાકટરને બ્લીકલીસ્ટ કરવા માંગણી છે.

(1:00 pm IST)