Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

જુનાગઢ ધોબી સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ તથા બહેનોને સિલાઇ મશીન અર્પણ કરાયા

જુનાગઢઃ શહેર સમસ્ત  હિન્દુ ધોબી સમાજ યુવક મંડળ દ્વારા ૧૯ મો સરસ્વતી સન્માન સમારોહ ધારાસભ્ય ભીખાભાઇ જોષી તથા ચંદ્રીકાબેન યોગેશભાઇ ચુડાસમાના હસ્તે દીપ પ્રગટાવી ખુલ્લુ મુકવામાં આવેલ હતો. ધોબી સમાજના ગુજરાત લેવલના ધો.૧૦ અને ૧રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ કુલ ર૧ વિદ્યાર્થીઓને તથા ધો.૧ થી કોલે જ કક્ષા સુધીમાં અભ્યાસક્રમમાં પ્રથમ આવેલ તેમજ કુલ ૧૬પ વિદ્યાર્થીઓને સન્માનપત્ર તથા શીલ્ડ આપી સન્માનીત કરેલ હતા તેમજ દાતાઓ દ્વારા ભેટ સ્વરૂપે જરૂરી ઉપયોગી વસ્તુઓ આપવામાં આવેલ હતી. તેમજ સમાજની અતી જરૂરીયાત ૩ બહેનોને જુનાગઢ જીલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા સિલાઇ મશીન આપવામાં આવેલ હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓને શિક્ષણ તથા પરીક્ષાલક્ષી તૈયારી કેમ કરવી તેનું માર્ગદર્શન નાયબ મામલતદાર રાજેશભાઇ પરમાર, સી.એ.હિતેષભાઇ વાજા, ભાવેશભાઇ ગોહેલ-ધોરાજી, દયાબેન મનીષભાઇ વાજાએ આપેલ હતું. આ ઉપરાંત ગુજરાત લેવલે સિધ્ધી મેળવનાર કેયુરભાઇ વાળા-અમદાવાદ, કુ.ખુશ્બુબેન યોગેશભાઇ ચુડાસમા, કુ.પ્રિયંકાબેન પ્રવિણભાઇ વાજા, જલદીપભાઇ વાજાને વિશિષ્ટ એવોર્ડથી સન્માનીત કરવામાં આવેલ. આ સમારંભના મુખ્ય મહેમાન તરીકે ધીરૂભાઇ ગોહેલ-ધોરાજી, મનસુખભાઇ જેઠવા-જેતપુર, રમેશભાઇ ચૌહાણ, હરીષભાઇ વાળા-પોરબંદર, હરસુખભાઇ વઘાસીયા, પ્રીતીબેન વઘાસીયા, જેન્તીભાઇ ગોહેલ, શાંતીભાઇ વાજા, પોપટભાઇ સોલંકી, અશોકભાઇ પરમાર, જાન્હવીબેન રૂષીભાઇ પરમાર-વાપી ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરેલ હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળના પ્રમુખ મનસુખભાઇ વાજા, જેન્તીભાઇ બ્રહ્માણી, હસુભાઇ મારૂ, જાદવભાઇ વાળા, અલ્પેશભાઇ પરમાર, પરશુરામભાઇ ચૌહાણ, અનિલભાઇ ગોહેલ, હિતેષભાઇ વાજા, રોનકભાઇ વાજા, મધુભાઇ વાળા, પાર્થભાઇ પરમાર, ગોપાલભાઇ સોલંકી વિગેરેએ જહેમત ઉઠાવેલ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રજ્ઞેશભાઇ વાજા, છોટુભાઇ વાજા, અલ્પેશભાઇ પરમારએ કરેલ હતું. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(12:58 pm IST)