Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

મજેવડી અને વડાલ ગામમાં યોજાયો પોષણ અભિયાન કાર્યક્રમ

જૂનાગઢ તા.૮: તંદુરસ્ત બાળક દ્વારા જ શ્રેષ્ઠ સમાજનું નિર્માણ થાય તે હેતુથી કુપોષણ મુકત ગુજરાત કાર્યક્રમ અન્વયે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મજેવડી સમીપે બાલઆંગણવાડી કેન્દ્રનાં મધ્યસ્થ ખંડમાં પ્રદેશીક લોકસંપૃક કાર્યાલય ભારત સરકાર દ્વારા પોષણ અભિયાન કાર્યક્રમ અંતર્ગત ઈન્ટીગ્રેટેડ કોમ્યનિકેશન એન્ડ આઉટરીયમ પ્રોગ્રામ તળે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આવી જ રીતે વડાલ ગ્રામપંચાયત કચેરીનાં પટાંગણમાં પોષણ અભિયાન કાર્યક્રમ હેઠળ જૂનાગઢ તાલુકાનાં સંકલીત બાળ વિકાસ યોજના અધીકારીનાં સહયોગથી જનજાગૃતિ કાર્યક્રમ લોક કલાવૃંદનાં કલાકારો દ્વારા યોજાયો હતો.

(11:51 am IST)