Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

જૂનાગઢ જિલ્લામાં ૨૫ નવેમ્બરથી થશે ખાસ શાળા આરોગ્ય તપાસણી

૫૦૪ ગામોમાં ૨૬૨૪૪૫ બાળકોની થશે આરોગ્ય તપાસણી- નવજાત બાળકથી ૧૮ વર્ષ સુધીનાં તમામ બાળકોનું થશે સ્ક્રીનીંગ

જૂનાગઢ તા.૮:  આરોગ્ય વિભાગ જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા આગામી તા. ૨૫ નવેમ્બર થી તા. ૩૦ જાન્યુઆરી ૨૦૨૦ સુધી જૂનાગઢ જિલ્લાનાં કુલ ૫૦૪ ગામોમાં કુલ ૧૨૪૯ આંગણવાડી કેન્દ્રોના કુલ ૭૫૪૬૮ બાળકો, ૧૦૩૦ પ્રાથમિક શાળાનાં ૧૨૫૯૯૬ બાળકો, ૩૨૯ માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાનાં ૫૫૦૧૦ બાળકો અન્ય શાળાના કુલ ૧૮૬૫ બાળકો અને શાળાએ ના જતા હોય તેવા કુલ ૪૧૦૬ બાળકો મળીને કુલ ૨,૬૨,૪૪૫ બાળકોની આરોગ્ય તપાસણી જે તે આંગણવાડી, શાળાની મુલાકાત લઇ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમના મેડીકલ ઓફીસર અને પેરામેડીકલ સ્ટાફની ટીમો દ્વારા કરવામાં આવનાર છે. આરોગ્ય વિભાગ દ્વારા પ્રથમ આંગણવાડી, પ્રાથમિક શાળા,માધ્યમિક શાળા અન્ય શાળા તથા શાળાએ ના જતા નવજાત શીશુથી ૧૮ વર્ષ સુધીનાં તમામ બાળકોનું પ્રાથમિક સ્ક્રીનીંગ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનાં પેરા મેડીકલ સ્ટાફની ટીમ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં પેરા મેડીકલ સ્ટાફની ટીમ દ્વારા કરીને સામાન્ય બીમારી વાળા બાળકોને સ્થળપર સારવાર આપવામાં આવશે. વધુ ખામીવાળા બાળકોને તાલુકાવાર યોજવામાં આવનાર સંદર્ભ સેવાકેમ્પમાં સિવિલ હોસ્પીટલના તજજ્ઞશ્રીઓ દ્વારા તપાસ અને સારવાર કરવામાં આવશે.

તેમાંથી ગંભીર બિમારીવાળા બાળકોને સુપર સ્પેશ્યાલીસ્ટ સારવાર માટે રાજ્યની એપેક્ષ હોસ્પીટલોમાં વધુ સારવાર અર્થે સિવીલ હોસ્પીટલ અમદાવાદ ખાતે મોકલવામાં આવશે. ૨૫ નવેમ્બર-્ર૧૯ થી ૩૦ જાન્યુઆરી ૨૦૨૦ સુધી અવિરત ચાલનાર બાળ આરોગ્ય તપાસણી ઝુંબેશમાં જિલ્લા કલેકટર ડો. સૈારભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૈાધરીનાં માર્ગદર્શન તળે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચીરાગ મહેતા, આર.સી.એચ. અધિકારી ડો. હારૂન ભાયા સહીત ડો. ચંદ્રેશ વ્યાસ, ડો. સંજીવકુમાર સહિત ટીમ કાર્યરત રહેશે.

(11:47 am IST)