Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

ઉનામાં પોણા લાખની ભંગાર ચોરીમાં ઝડપાયેલ ૬ આરોપીઓને ર દિવસની રિમાન્ડ

ઉના તા ૮  :  ૭૫ હજાર રૂપીયાના તાંબા પીતળના ભંગારની ચોરીમાં પકડાયેલ ૬ આરોપીઓનો ઉના પોલીસે કબજો સંભાળી કોર્ટમાં રજુ કરતા ર દિવસની રીમાન્ડ મંજુર થઇ છે. ૭૫ હજારનો મુદામાલ તથા ગાડી કબજે કરેલ છે.

ગીર સોમનાથ જીલ્લાની ક્રાઇમ બ્રાન્ચમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કે.જે. ચોૈહાણ તથા સ્ટાફે એક બોલેરો મોટર પીકઅપ વાન જીજે-૩૩-પી-૦૧૯૬ ને રોકાવી તલાશી લેતા તેમાં ૬ આરોપી પાસે પીતળનો ભંગાર,તાંબાનો ભંગાર મળી આવતા, આ ભંગાર ઉના શહેરમાં રામનગર ખારામાં ભંગારના ડેલામાંથી ચોરી કર્યાનું કબુલતાં ઉના પોલીસને કબજો સોપતા (૧) રાજુ ડાયાભાઇ બારીયા, રે. ઉના, (ર) રવીભાઇ રાજુભાઇ સોલંકી, (૩) વિજય ડાયાભાઇ ચુડાસમા રે. ઉના, (૪) અજય ઉર્ફે પપ્પુ બનારસ જાપડીયા, રે. તુરખા,તા. બોટ, (પ) દિપક ઉર્ફે દિવાળી ઉર્ફે દિપો રમુસાકાલ પરમાર, રે. લોહાનગર, રાજકોટ, (૬) અજય ઉર્ફે અલી બહાદુરભાઇ સોલંકી, રે. લોહાનગર, રાજકોટવાળાને ઉના કોર્ટમાં બીજી ચોરી અંગે સંડોવાયેલ છે કે કેમ તે તપાસ કરવા રીમાન્ડ માટે રજુ કરતા રદિવસની રીમાન્ડ મંજુર કરી હતી.

પોલીસે રૂા૭૫૦૦૦/- મુદામાલ તથા બદલેરો ગાડી-૧ કબજે કરી હતી, વધુ ચોરીનો પોલીસ ભેદ ઉકેલવા કોશીષ કરી રહી છે.

(11:47 am IST)