Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

થાનગઢની ટોપ એન્કર ઇન્ડસ્ટ્રીઝવાળા પરિવારે જુનાગઢની દિપલ ત્રિવેદીને ત્રાસ આપી કાઢી મુકી!

સગાઇ થઇ ત્યારથી જ પતિનું વર્તન યોગ્ય નહોતું: લગ્ન બાદ પત્નિ તરીકેના સંબંધો પ્રસ્થાપિત જ ન કર્યાઃ બીજી છોકરી સાથે લવ હોવાનું પતિએ જ કહ્યું!: સાસુએ ફેક આઇડીમાંથી સેકસના મેસેજ મોકલ્યાઃ પતિ, સાસુ, સસરા, મામાજી, નાનીજી વિરૂધ્ધ ચોંકાવનારી ફરિયાદ

જુનાગઢ મહિલા પોલીસે દિપલના પતિ અર્જુન ત્રિવેદી, સસરા સુનિલભાઇ ત્રિવેદી, સાસુ રત્નાબેન, મામાજી તેજસભાઇ અને નાનીજી સુધાબેન સામે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૭: હાલમાં જુનાગઢ નવા નાગરવાડા રોડ જે. જે. કોમ્પલેક્ષ ૧૦૪માં માવતરને ત્યાં રહેતી અને થાનગઢમાં રહેતાં સાસરૂ ધરાવતી દિપલ અર્જુન ત્રિવેદી (ઉ.૨૭) નામની બ્રાહ્મણ પરિણીતાએ થાનગઢ રહેતાં ટોપ એન્કર ઇન્ડસ્ટ્રીઝવાળા પોતાના પતિ અર્જુન સુનિલભાઇ ત્રિવેદી, સાસુ રત્નાબેન, સસરા સુનિલભાઇ જસવંતભાઇ ત્રિવેદી, તથા નારણપુરા પોસ્ટ ઓફિસ પાસે રહેતાં મામાજી તેજસભાઇ પ્રવિણભાઇ ત્રિવેદી અને  નાનીજી સાસુ સુધાબેન પ્રવિણભાઇ ત્રિવેદી વિરૂધ્ધ જુનાગઢ મહિલા પોલીસ મથકમાં ત્રાસની ફરિયાદ નોંધાવી છે. પતિને બીજી છોકરી સાથે લફરૂ હોવાની લગ્ન બાદ તેણીને જાણ કરાઇ હતી. તેમજ પતિએ પત્નિ તરીકેના સંબંધો પ્રસ્થાપિત ન કરી છેલ્લે ખોટુ બોલી એક જોડી કપડા સાથે જુનાગઢ મુકી જઇ બાદમાં સસરાએ ૧૧ લાખ લઇ લ્યો અને છુટાછેડા આપી દો તેવું કહી તોછડુ વર્તન કર્યા સહિતના ચોંકાવનારા આરોપ ફરિયાદમાં મુકાયા છે.

ફરિયાદમાં દિપલ ત્રિવેદીએ જણાવ્યું છે કે મારા પિતા નિલેષભાઇ વ્યાસ અને માતા વર્ષાબેન વ્યાસ જુનાગઢ રહે છે. મારા પિતા જુનાગઢ પોલીસ અધિક્ષક ઓફિસમાં નોકરી કરતાં હતાં, જેઓ હાલ નિવૃત છે. હું મારા માતા-પિતાની એક જ દિકરી છું અને મેં એમએસસી આઇટી સુધીનો અભ્યાસ કર્યો છે. મારા લગ્ન ૫/૨/૧૮ના રોજ થાનના અર્જુન ત્રિવેદી સાથે ધામધુમથી થયા હતાં. હું એક જ દિકરી હોઉ મારા માતા-પિતાએ પુષ્કળ કરિયાવર, દાગીના કપડા લતાં અને કિમતી ચીજવસ્તુઓ આપી હતી.

મારી સગાઇ ૨૯/૧/૧૬ના રોજ થઇ હતી. ત્યારે જ પતિ અર્જુને મારી સાથે ડિનર લીધુ નહોતું. મેં પુજા વખતે સાડી પહેરી તો તે પણ તેને ગમ્યું નહોતું. સગાઇ વિધીમાં પતિએ ફોટોગ્રાફર સાથે ખરાબ વર્તન કર્યુ હતું. સગાઇ થઇ ત્યારથી જ પતિ ઓછી વાત કરતાં હતાં. ત્યારે તેણે એવું કહ્યું હતું કે હું કામ વગર વધુ બોલતો નથી, અત્યારે જ બધી વાતો કરીશુ તો લગ્ન પછી શું કરીશું? તેમ કહી દીધુ હતું. પતિ અર્જુને માઉન્ટ આબુ ખાતે તથા રાજકોટમાં અભ્યાસ કર્યો હતો. તે અને સસરા સુનિલભાઇ હાલમાં થાનગઢમાં મોટો સિરામીક ઉદ્યોગ ધરાવે છે. લગ્ન થયા પછી ફર્સ્ટ નાઇટના રોજ પતિએ મને તું ચેન્જ કરીને આવ તેમ કહેતાં હું ફ્રેશ થઇને આવી ત્યાં તે સુઇ ગયા હતાં. પતિ-પત્નિ તરીકેના કોઇ સંબંધ સ્થાપિત કર્યા નહોતાં. તેણે કહેલુ કે લગ્ન કરીએ એટલે તરત મળવું જરૂરી નથી.

એ પછી તા. ૧/૪/૧૮ થી ૨૧/૪/૧૮ સુધી પોર્ટુગલ ફરવા ગયા હતાં. ત્યાં પણ તેણે પતિ-પત્નિના સંબંધ સ્થાપિત કર્યા નહોતાં. મારો હાથ તેને અડી જાય તો તે હાથ દૂર લઇ લેતા હતાં. ફરીને પરત થાનગઢ આવ્યા પછી મારા સાસુએ કહેલ કે અર્જુન તને કંઇક કહેવા માંગે છે. એ પછી અર્જુને કહ્યું હતું કે મારે એક છોકરી સાથે પ્રેમ હતો એટલે હું તને પ્રેમ કરી શકતો નથી. એ છોકરીનું નામ અનુરાધા યાદવ છે. તે દિલ્હીની છે, અત્યારે ન્યુયોર્ક રહે છે. અનુરાધા અગાઉ અમદાવાદ ભણતી હતી. આવી વાત કરતાં હું અવાચક થઇ ગઇ હતી.

ત્યારબાદ મારા સાસુએ મને મારા પિતા-પિતા સાથે કોન્ટેકટ રાખવાની ના પાડી દીધી હતી. મારા માવતર તરફથી અપાયેલી અમુક ભેટો તે આ ઘરમાં શોભતી નથી, મિડલ કલાસના માણસોની ભેટ અમારા ઘરમાં ન શોભે...તેમ કહી ફેંકી દેવાઇ હતી.  એ પછી અમદાવાદ પ્રસંગોપાત હું પતિ સાથે અમારા ફલેટે ગઇ ત્યારે મુંબઇથી આવેલા માસીજીના દિકરાએ ખરાબ વર્તન કરતાં મેં સાસુને ફરિયાદ કરતાં તેણે ઉલ્ટાનો મારી સાથે ઝઘડો કર્યો હતો. મારા દિયર હર્ષ કે જે લંડન ભણતાં હોઇ તે થાનગઢ આવતાં તેણે મારો પક્ષ લઇ મારા સાસુને ઠપકો આપ્યો હતો.

એ પછી મારા સાસુએ ઓગષ્ટ માસમાં કહેલું કે તું અહિ ભાઇ-બહેનનો સંબંધ નિભાવવા આવી છો...જેથી મેં તેમને કહેલું કે તમારો દિકરો પત્નિ તરીકેના કોઇ સંબંધ રાખતો જ નથી. ત્યારે સાસુએ કહેલુ કે અર્જુનની દવા કરાવશું, ટેસ્ટ ટ્યુબ બેબીથી બાળક લાવશું. ત્યારબાદ મુંબઇ મુકામે મને હાથમાં ભુવા ભારાડી પાસેથી દોરા બંધાવી દીધા હતાં. એટલુ જ નહિ મારા સાસુ કે જે ફેસબૂકમાં રિયા પટેલ નામે ફેક આઇડી ધરાવે છે તેમાંથી મને સેકસ અંગેના મેસેજ મોકલ્યા હતાં. આ મેસેજ જોઇ લેવાનું ખુદ સાસુએ જ મને કહ્યું હતું!...મેં આ વાત મારા પતિને કહેતાં તેણે મારી સાથે ઝઘડો કર્યો હતો.

એ પછી મામાજી અને નાનીજીએ અમદાવાદથી થાનગઢ આવીએકબીજાની ચઢામણી કરી ગાળો દીધી હતી. નાનીજીએ ખુબ ખરાબ ગાળ બોલી કહ્યું હતું કે આ ખાય છે વધુ અને કામ ઓછુ કરે છે. અર્જુનને લાયક જ નથી. એ પછી મને અમદાવાદ રહેતાં મામીજી શિતલબેન ત્રિવેદીએ કહ્યું હતું કે તારે આ લોકો સાથે રહેવા જેવું નથી. મોટા સસરાના દિકરા જીગરભાઇએ કહ્યું હતું કે અર્જુનની ઇચ્છા વિરૂધ્ધ આ લગ્ન કરાયા છે.

એ પછી તા. ૭/૮/૧૯ના રોજ મારા મામાજીથાન આવ્યા હતાં. પતિ અને મામાજીએ ૮/૮ના રોજ દબાણ કરી મને એક જ જોડી કપડા સાથે લેવાનું કહી વેરાવળ જવુ છે તેમ કહી સાથે લઇ મને જુનાગઢ મારી ઇચ્છા વિરૂધ્ધ મુકી ગયા હતાં. તેમજ પોતે સોમનાથથી રિટર્ન થશે ત્યારે તેડતા જશે તેમ કહ્યું હતું. પરંતુ રાત પડી જવા છતાં અને ફોન કરવા છતાં પતિએ ફોન રિસીવ કર્યા નહોતાં. મારા પિતાએ મારા સસરાને ફોન કરતાં તેણે પણ ફોન ઉપાડ્યો નહોતો.  ત્યારબાદ મારા સસરાએ ફોન ઉપાડ્યો હતો અને કહ્યું હતું કે અર્જુન વેરાવળથી નીકળી અમદાવાદ જતો રહ્યો છે.

છેલ્લે ૧૦/૮ના રોજ અર્જુનને ફોન કરતાં તેણે ફોન ન ઉપાડી મોબાઇલમાં ગુજરાતીમાં મેસેજ ટાઇપ કરી મોકલ્યો હતો. જેમાં લખ્યું હતું કે મારી સાથે તેનું લગ્ન જીવન ચાલી શકે તેમ નથી. આમ મને પહેરેલ કપડે કાઢી મુકવામાં આવી હતી. માવતર તરફથી અપાયેલા દરદાગીના, કપડા સહિતની ચીજવસ્તુઓ થાન સાસરે પડી છે. એ પછી મારા પિતાએ લગ્નના મધ્યસ્થી આશિષભાઇ મારફત સમાધાનના પ્રયાસો કર્યા હતાં. પરંતુ સમાધાન થયું નહોતું. છેલ્લે ૧૦/૧૦/૧૯ના રોજ મારા પિતા રાજકોટ ક્રિષ્ના પાર્કમાં મારા સસરાને મળવા ગયા હતાં. ત્યારે અર્જુન છુટાછેડા લેવા ઇચ્છતો હોવાનું કહેવાયું હતું. મારા સસરાએ તોછડુ વર્તન કરી તમારો કરિયાવર લઇ જાવ અને ૧૧ લાખ રૂપિયા લઇ લ્યો તેમ કહ્યું હતું. એ પછી મારા પતિ અવાર-નવાર વિદેશ ફરવા જતાં હતાં. મને જાણ કરતાં નહોતાં. મેસેજ કે ફોનના જવાબ આપતા નથી. પતિ, સાસુ, સસરા બધા અવાર-નવાર લંડન, અમેરિકા, દુબઇ જેવા દેશોમાં ફરવા જાય છે. તેઓ અમેરિકાના ઓપન વિઝા ધરાવે છે. તમામ પાસે પાસપોર્ટ છે. ફરિયાદથી બચવા બધા વિદેશ જતાં રહે તેવી દહેશત હોઇ તેના પાસપોર્ટ જપ્ત કરવાની જરૂરીયાત છે.

તેમ દિપલ ત્રિવેદીએ ફરિયાદના અંતમાં જણાવી આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી કરવા માંગણી કરી છે.

(11:42 am IST)