Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

પડધરી પંથકમાં ખેડૂતોને પાકમાં થયેલ નુકશાની વળતર આપવા માંગ

કમોસમી વરસાદ વાવાઝોડાથી

પડધરી તા.૮: પડધરી તાલુકાનાં મોટા ભાગના ગામોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતા ખેડુતોના ઉભા પાક અને તૈયાર પાકમાં મોટાપાયે નુકશાન થયેલ છે.

ખેતરોમાં મગફળીના પાથરાઓ પડેલ હોય તેમજ કપાસ, એરંડા તુવેર, તલ અને શાકભાજી બાગાયતી પાકો, પશુઓનો ઘાસચારો તેમજ અન્ય પાકોમાં મોટાપાયે નુકશાન થયેલ છે જેના કારણે તાલુકાના ખેડુતોની હાલત દયનીય છે.

આ બાબતે સંબંધીત વિભાગો, ખેતીવાડી ખાતુ, વીમા કંપનીઓ, મારફત યુધ્ધના ધોરણે થયેલ નુકશાનનું સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તે અંગે ઘટતુ કરવા પડધરી તાલુકા ભાજપ  દ્વારા મામલતદારશ્રી પડધરીને આવેદનપત્ર આપવામાં આવેલ છે.

(11:42 am IST)