Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

૩૫ વર્ષ ઉપરના તથા વરિષ્ઠ નાગરીકો માટે રાજય કક્ષાની માસ્ટર એથ્લેટીક સ્પર્ધા

પોરબંદર,તા.૮: ગુજરાત રાજયના માસ્ટર એથ્લેટીક એશોસિએશન દ્વારા ૩૯ મી ગુજરાત રાજય માસ્ટર એથ્લેટીક ચેમ્પીયનશીપ તા.૧૬ અને ૧૭  શનિ રવિના દિવસો દરમિયાન શ્રી. મ્યુનિસિપલ આર્ટશ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ, ઉપલેટાખાતે યોજવામાં આવનાર છે. તેમજ આગામી રાષ્ટ્ર કક્ષાની નેશનલ સ્પર્ધા મણીપુરના ઇમ્ફાલ ખાતે તા. ૯ થી ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૦ દરમિયાન યોજાનાર છે.

આ ચેમ્પીયનશીપમાં ૩૫ થી ૯૦ વર્ષથી ઉપરના કોઇ પણ ખેલાડી ભાઇ-બહેન એથ્લેટીક દોડ, કુદ અને ફેક ઇવેન્ટમાં ભાગ લેવા માંગતા હોય તો તેઓએ પોતાના જિલ્લા સેક્રેટરીશ્રી મારફત એન્ટ્રી મોકલી આપવાની રહેશે. વિશેષ માહિતી અર્થે મોબા. નં ૯૪૨૬૫ ૬૩૩૩૧ અને ૯૦૯૯૮ ૯૮૨૮૮ નો સંપર્ક સાધવા ઉકત એસો. ની યાદીમાં જણાવાયું છે.

 જિલ્લા સ્વાગત કાર્યક્રમ

લોકોના પ્રશ્નો વહીવટી તંત્ર દ્વારા ઝડપી નિકાલ થાય તે માટે રાજય સરકાર દ્વારા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ યોજવામાં આવે છે.પોરબંદર જિલ્લામાં ફરિયાદ નિવારણ સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ ૨૮ રોજ સવારે ૧૨ કલાકે કલેકટર કચેરી પોરબંદર ખાતે યોજાશે. પોરબંદર જિલ્લાના લોકોએ તેમના પ્રશ્નો તા.૧૧ નવેમ્બર સુધીમાં  જિલ્લા સેવા સદન કચેરી પોરબંદર ખાતે મોકલી આપવાના રહેશે.તેમ યાદીમાં જણાવે છે.

(11:40 am IST)