Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

વ્હોટસએપ ઉપર વિડીયો વાયરલ કરનાર ધોરાજીના ૩ શખ્સો સામે ગુન્હો

સુલેહ શાંતિનો ભંગ કરી અફવા ફેલાય એ રીતે

ધોરાજી, તા.૮: ધોરાજી પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ઘ સાઇબર ક્રાઇમનો ગૂનો દાખલ કરી તપાસ હાથ ધરી છેઙ્ગ ધોરાજીના પોલીસ ઇન્સ્પેકટર વિજય કુમાર જોશીએ જણાવ્યું કે ધોરાજીના રામ મંદિર પાસે રહેતા ઉમેશ ભગવાનજી પોલરા પટેલ તેમજ પુનિત ઉર્ફે વિપુલ તેમજ હસમુખ શામજી વગેરે શખ્સો વિરુદ્ઘ ધોરાજી પોલીસ ના બીટ જમાદાર આર.કે બોદર એ ધોરાજી પોલીસ સ્ટેશનમાં ગુનો ipc કલમ ૫૦૫ ૧ ખ ગ ૧૧૪ મુજબ ગુનો નોંધતા જણાવેલ કે ઉપરોકત ત્રણ શખ્સો દ્વારા પાયાવિહોણા વિડિયો  વોટ્સએપ ઉપર મૂકી અફવા ફેલાવી ભય તેમજ સુલેહ શાંતિનો ભંગ થાય તે પ્રકારના વીડિયો વાયરલ કરતા જે અંગે પોલીસને હકીકત મળતા ધોરાજી પોલીસે ઉપરોકત ત્રણ શખ્સો વિરુદ્ઘ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ધોરાજી પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઇમનો પ્રથમ વખત ગુનો નોંધાતા મોબાઈલ ધારકોમાં ફફડાટ વ્યાપી ગયો છે ગમે તેવા મેસેજ વાયરલ કરવા વીડિયો વાયરલ કરો એ સરકાર ના નવા નિયમ પ્રમાણે ગુનો બને છે અને આ પ્રકારનો ગુનો નોંધાતા ધોરાજીમાં ભારે ચર્ચા સાથે ફફડાટ વ્યાપી ગયો હતો.

(11:33 am IST)