Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

જેતપુર નજીક વાડીમાંથી ૬૦પ બોટલ દારૂનો જથ્થો પકડાયોઃ જગદીશ મકવાણાની ધરપકડ

વાડીમાં મજુરી કામ કરતા હરેશ મકવાણાની શોધખોળઃ ૧.૮૭ લાખનો મુદામાલ કબ્જે

તસ્વીરમાં દારૂના જથ્થા સાથે પકડાયેલ શખ્સ (નીચે બેઠેલ) અને પોલીસ સ્ટાફ નજરે પડે છે. (તસ્વીરઃ કેતન ઓઝા-જેતપુર)

જેતપુર તા. ૮: જેતપુરના રબારીકા ચોકડી વિસ્તારમાં આવેલ વાડીમાંથી ઇંગ્લીશ દારૂની ૬૦પ બોટલ સાથે એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. જયારે બીજો નાસી છુટયો હતો.

જાણવા મળતી વિગતો અનુસાર શહેરના રબારીકા ચોકડી પાસે આવેલ વાડીનો સેઢામાં ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખેલ હોવાની મળેલ ચોકકસ બાતમીના આધારે સીટી પીઆઇ. વી. કે. પટેલે સ્ટાફના ભાવેશભાઇ ચાવડા સહીતનાને સાથે રાખી રબારીકા ચોકડી પટેલ સિમેન્ટ નામના કારખાના પાછળ આવેલ વાડીમાં દારૂ અંગેની રેડ કરતા વાડીના સેઢામાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ ૬૦પ કિ. રૂ. ૧,૮પ,૭૦૦/-નો મળી આવતા પોલીસે દારૂના જથ્થો કબજે કરી વાડી માલીક અંગે તપાસ કરતા વાડી જગદીશ ઉર્ફે જગો જીવરાજભાઇ મકવાણા (રહે. હાલ સીમેન્ટના કારખાનામાં મુળ ધાબાવડ કેશોદ) તેમજ હરેન રવજીભાઇ મકવાણા (રહે. ભાદરના સામાકાંઠે) એ આ વાડી મજુરી કામ કરવા માટે રાખેલ હોય જેથી પોલીસે જગદિશ મકવાણાને રેડ દરમ્યાન હાજર મળી આવતા દારૂનો જથ્થો તેમજ મોબાઇલ (૧) સેમસંગ કિ. રૂ. ર,૦૦૦ કુલ રૂ. ૧,૮૭,૭૦૦/-ના મુદામાલ સાથે ધરપકડ કરી બન્ને વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી હરેશ મકવાણાને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.

કામગીરીમાં જે. યુ. ગોહીલ પો. સબ ઇન્સ., સંજયભાઇ પરમાર પો. હેડ કોન્સ., લખુભા રાઠોડ પો. કોન્સ., રામજીભાઇ ગરેજા કો. કોન્સ., હીતેષભાઇ વરૂ પો. કોન્સ. તથા મહેન્દ્રભાઇ ખીમસુરીયા પો. કોન્સ. રોકાયા હતાં.

(11:32 am IST)