Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

વિષ્ણુ-તુલસી વિવાહના સ્વાગત પર્વ 'દેવ દિવાળી'ની રંગેચંગે ઉજવણી

સૌરાષ્ટ્રમાં ગામે-ગામ તુલસી-વિવાહના આયોજનો

કાલાવાડ તા.૮: આજે ભગવાન શ્રી વિષ્ણું અને તુલસીજીનાં વિવાહનાં પ્રસંગનું સ્વાગત કરવા સૌરાષ્ટ્રભરમાં પ્રકાશપર્વ દેવ દિવાળીની રંગે અંગે ઉજવણી થઇ છે. ગામે-ગામ તુલસી વિવાહના આયોજનો થયા છે.

 

ભારતીય ઉત્સવોની પરંપરામાં આસુરી શકિત ઉપર દૈવી શકિતનાં વિજયને વધાવવા ત્રણ ત્રણ પ્રકાશ-પર્વ ઉજવાય છે, નવરાત્રિ,દીપોત્સવ અને દેવદિવાળી ધરતીલોકનાં માનવો આસો વદર અમાસે દિવાળી ઉજવે છે. તો દેવલોકનાં દેવો કાર્તિક સુદ પૂર્ણિમાએ 'દેવ-દિવાળી'મનાવે છે. દિવાળીનાં તહેવાર સાથે આસુર વિજયની પૌરાણિક કથા સંકળાયેલી છે, જેમકે મા જગદંબા દૈવી શકિતનો રાક્ષસો ઉપર વિજ્ય શ્રી રામનો રાવણ ઉપર વિજય ભગવાન શ્રી કૃષ્ણનો નરકાસુર પરનો વિજય.એ પ્રમાણે, દેવ દિવાળીનો ઉત્સવ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો? આ સબંધી બે મુખ્ય પૌરાણિક કથાઓ શાસ્ત્રોમાં જોવા મળે છે. ૧) 'ત્રિપુર વિજયી' ત્રિપુરારિ શિવની કથા. ૨)શ્રી વિષ્ણુ અને દેવી તુલસીનાં વિવાહની કથા. શિવપુરાણ અનુસાર' ત્રિપુર વિજ્યની કથામાં ભગવાન શિવજીએ આસુરો ઉપર તેમની નગરીઓ સાથે તેમનાં ત્રણ નગર ઉપર આક્રમણ કરીને તેનો નાશ કર્યો. અદ્યર્મી બનેલા દૈત્યોનું સંહાર કરવાનું કાર્યશિવજીએ દેવોની પ્રાર્થનાથી, હાથમાં લીધું. તેમણે કાર્તિક સુદ પૂર્ણિમાએ બાણ-ત્રિશુલથી, ત્રણેય નગરો સાથેએ રાક્ષશનો સંહાર કર્યો. જેનાથી શિવજી 'ત્રિપુરારિ' કે ત્રિપુરાવિજયી' કહેવાયા. ત્યારે દેવોએ હાજ્જારો દીવડાઓ પ્રગટાવીને શિવજીનો આ વિજ્યોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવી. ભગવાન શિવજીનો ચોમેર જય-જયકાર થઇ ગયો. ત્યારથી દેવલોકમાં 'દેવદિવાળી'નો ઉત્સવ ઉજવવા લાગ્યો. આને 'ત્રિપુરોત્સવ પણ કહે છે.

'દેવદિવાળી' એક બીજા કારણસર પણ ઉજવાય છે. 'પદ્મપુરાણ' કથા અનુસાર, શ્રી વિષ્ણુ રાક્ષસ સંખાસુરનો સંહાર કરીને, દેવપોઢી એકાદસીએ ક્ષીરસાગરમાં નિદ્રાધીન થયા. ચારમાસ બાદ,કાર્તિકીસુદ દેવ-ઉઠી એકાદસી બાદ, શ્રી વિષ્ણુના વિવાહ દેવી તુલસી સાથે થયા. એ પછી કાર્તિકી પૂર્ણિમાએ શ્રી વિષ્ણુ નવવધુ તુલસી સાથે ધરતી લોક ઉપરથી સ્વધામ દેવલોક-વૈકુંઠમાં પુનઃપધાર્યા તેમનાં પધરામણીનાં મંગળ પ્રસંગે દેવલોકના દેવો ભેગા થઇને નવદંપતિ શ્રી વિષ્ણુદેવી તુલસીનું ભાવભીનું સ્વાગત અને સામૈયું કર્યુ. અને આ આનંદ વિજ્યનો અવસર દીવડા પ્રગટાવીને ઉજવ્યો. આ પ્રમાણે કાર્તિકી પુનમનો દિવસ સદીઓથી કાર્તિકીપૂર્ણિમા-દેવદિવાળી તરીકે ઉજવાતો આવ્યો છે. દેવદિવાળીના ઝળહળતાં મંગલ-પ્રકાશ પર્વ પર ધરતીલોક અને સ્વર્ગલોકનો રૂડો સંગમ સધાય છે. જાણે પૃથ્વી પર સ્વર્ગનો પ્રકાશ ઉતર્યો. સનત્કુમાર સંહિતા જેવા ધર્મગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે ત્રિપુરારિ શિવજીને પ્રસન્ન કરવા,માનવોને પણ કાર્તિકી પુનમે સંધ્યા પછી 'દેવદિવાળી' ઉજવવાનો આગ્રહ કરવામાં આવે છે. આ રાત્રે, અમાસની દિવાળીની જેમ જ દેવ દિવાળી એ દીવડાઓ પ્રગટાવીને ફટાકડા ફોડીને, દેવ-દેવીઓનાં હર્ષોલ્લાસમાં માનવી સહયોગી બને છે. દેવ દિવાળી તો જાણે માનવોને દિવ્ય-લોક જેવો અનુભવ કરાવે છે, ત્યારે જીવ અને જગદીશમાં કોઇ ભેદ રહેતો નથી. દેવ દિવાળીના આવા પાવન પર્વે ત્રિપુરારિ ભગવાન શિવજીની આ પ્રમાણે સ્તુતિ કરવામાં આવે છે.

દેવદિવાળીને દેવ પ્રબોધિની એકાદશી પણ કહેવાય ચે આજે તુલસી વિવાહ પ્રસંગે મંદિરોમાં વિશીષ્ટ પૂજન-અર્ચનનાં આયોજનો થયા છે. તુલસી વિવાહ પ્રસંગે બેન્ડવાજા સાથે ભગવાનની જાનની પધરામણી થશે પુષ્ટી મંદિરોમાં શેરડીના માંડવાઓ રોપાશે અને પ્રબોધિની એકાદશીનું જાગરણ ''રાત્રી જાગી'' કરવામાં આવશે.

(11:28 am IST)