Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

ગોંડલના ગોમટામાં છકડો રીક્ષા પલ્ટી ખાઈ જતા 7 લોકોને ઇજા :ચાલક ફરાર

ગોંડલ તાલુકાના ગોમટા ગામે નવા વર્ષના દિવસે છકડો રીક્ષા પલટી ખાઈ જતા 7 લોકો ઘાયલ થયા છે. રોડ વચ્ચે રીક્ષા પલટી ખાતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ગોંડલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાવામાં આવ્યા છે. ઘટનાબાદ રીક્ષા ચાલક રીક્ષા મુકીને ફરાર થઈ ગયો છે.

(11:30 pm IST)