Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

જુનાગઢમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદઃ ભાવનગર- મોરબીમાં ઝાપટા

રાજકોટ તા.૮ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે આવા વાતાવરણ વચ્ચે આજે બપોરે જુનાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

જયારે ભાવનગર અને મોરબીમાં ઝાપટા વરસ્યા હતા.

જુનાગઢ

(વિનુ જોષી દ્વારા) : જુનાગઢ-જુનાગઢમાં આજે બપોરે વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.

આજે બપોરે ૧-૩૦ વાગ્યા આસપાસ વાદળછાયુ વાતાવરણ છવાઇ ગયું હતું. અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. આજે સવારથી અસહ્ય ઉકળાટ બાદ વરસાદ શરૂ થતા ગરમીમાંથી થોડી રાહત મળી છે. વરસાદી પાણી રસ્તા ઉપર ફરી વળ્યા હતા ગઇકાલે સાંજના સમયે જુનાગઢમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.

(3:34 pm IST)