Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

જૂનાગઢમાં બપોરે વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ

( વિનુ જોશી દ્વારા )જુનાગઢ:::જૂનાગઢમાં આજે  બપોરે વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે.
       આજે બપોરે ૧:૩૦ વાગ્યા આસપાસ વાદળછાયુ વાતાવરણ છવાઈ ગયું હતું અને ગાજવીજ સાથે જોરદાર વરસાદ શરૂ થયો છે આજે સવારથી અસહ્ય ઉકળાટ બાદ વરસાદ શરૂ થતા ગરમીમાંથી થોડી રાહત મળી છે વરસાદી પાણી રસ્તા ઉપર ફરી વળ્યા હતા ગઇકાલે પણ સાંજના સમયે જૂનાગઢમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.

(1:37 pm IST)