Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

જામનગરમાં દારૂ સહિત રૂ. ૧.૬૩ લાખનો મુદ્દામાલ જપ્ ત : ર ઝડપાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૮ :  જીલ્લાના પોલીસ વડા  દીપન ભદ્રન નાઓની સુચના તથા એલ.સીં.બી.  ના પો.ઇન્સ.શ્રી એસ.એસ.નિનામા ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. કે.કે.ગોહીલ  તથા પો.સ.ઇ.  બી.એમ.દેવમુરારી તથા પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા સ્ટાફના માણસો જામનગર  શહેર વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા તથા દિલીપભાઇ તલાવડીયાને મળેલ  ખાનગી હકિકત આધારે જામનગર શહેરમાં ગાંધીનગર મચ્છરનગર, ગંગેશ્વર મહાદેવ મંદિર પાસેથી  આરોપીઓ (૧) કરણસિંહ હરપાલસિંહ ગોહીલ રહે.મચ્છરનગર, જામનગર તથા (૨) શકિતસિંહ ધીરૂભા જાડેજા  રહે. શાંતીનગર જામનગર નાઓની કબ્જાની સેન્ટ્રો કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો  નંગ-૮૬ કિ.રૂ. ૩૪,૪૦૦/- તથા દારૂ ચપટા બોટલ નંગ- ૨૧૬ કિ.રૂ. ર૧,૬૦૦/- તથા મો.ફોન, સેન્ટ્રોકારમળી  કુલ રૂ. ૧,૬૩,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી મજકુર આરોપી વિરૂધ્ધ પો.હેંડ કોન્સ. યશપાલસિંહ જાડેજાએ  ફરીયાદ રીપોર્ટ આપતા પો.સ.ઇ. શ્રી કે.ક.ગોહીલએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.     આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી એસ.એસ. નિનામા ની સુચના થી પો.સ.ઇ. શ્રી કે.કે. ગોહીલ,પો.સ.ઇ. શ્રી  આર.બી.ગોજીયા, પો.સ.ઇ. શ્રી બી.એમ.દેવમુરારી તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા.  હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, અશ્વિનભાઇ ગંધા, દિલીપભાઇ  તલવાડીયા, ફીરોજભાઇ દલ, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા,  રઘુભા પરમાર, ધાનાભાઇ મોરી, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર.  લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્રારા કરવામા આવેલ છે.

(1:15 pm IST)