Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

જેતપુરમાં આઝાદિ કા અમૃત મહોત્સવ અંતર્ગત કાનૂની સહાય શીબીર યોજાઇ

જેતપુર તા. ૮ :.. સરકાર દ્વારા ઉજવવામાં આવી રહેલ આઝાદિ કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારતભરમાં દરેક કોર્ટોમાં ૪પ દિવસ કાનુની શીબીર યોજવાની અને સામાન્ય માણસને લાભ મળે તેવા હેતુથી માર્ગદર્શન શીબીરનું આયોજન કરવામાં આવેલ. જેતપુર ડાઇંગ એન્ડ પ્રીન્ટીંગ એસોસીએશન તેમજ ચેમ્બર્સ ઓફ કોમર્સના હોદેદારો આગેવાનો સાથે સીનીયર સીવીલ પ્રીન્સીપલ જજ શ્રી ગોસ્વામી કાનુની સહાયની શીબીર યોજેલ જેમાં માહિતી આપતા ગૌસ્વામીએ જણાવેલ કે સરકાર દ્વારા જે લોકોની આવક ૧ લાખથી ઓછી હોય અથવા જે પરીવારનો પુરૂષ કાયદાના સંઘર્ષમાં આવેલ હોય તેવા પરિવારને મફત કાનુની સહાય આપવામાં આવે છે. જેથી વધુમાં વધુ લોકો લાભ તે માટે કારીગરોને માહિતગાર કરે તેવી અપીલ કરેલ હતી. આ શીબીરમાં સીનીયર ધારાશાસ્ત્રી જનકભાઇ પટેલ, બાર એસો. પ્રમુખ જીતેન્દ્રભાઇ પારધી, ઉપપ્રમુખ મહાવીરભાઇ પટેલ, ડાઇંગ એસો. પ્રમુખ જયંતીભાઇ રાખોલીયા, ચેમ્બર્સ પ્રમુખ વસંતભાઇ પટેલ, હરેશભાઇ ગઢીયા સહિતના ઉપસ્થિત રહેલ.

(12:52 pm IST)