Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

જૂનાગઢ જીલ્લા પોલીસ હેડ કવાર્ટરમાં રેન્જ ડીઆઇજી મનીંદર પ્રતાપસિંહ પવારની અધ્યક્ષતામાં વન મહોત્સવ

 જૂનાગઢ : રાજય કક્ષાના વન મહોત્સવ ૨૦૨૧ અન્વયે સમગ્ર ગુજરાત રાજયમાં કાર્યક્રમનું આયોજન કરવાના ભાગરૂપે જૂનાગઢ જીલ્લાના પોલીસ હેડ કવાર્ટર ખાતે જૂનાગઢ રેંજના ડીઆઇજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવારની અધ્યક્ષતામાંર્ં જૂનાગઢ પોલીસ દ્વારા વન મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત આ વન મહોત્સવ ૨૦૨૧ કાર્યક્રમમાં જૂનાગઢ રેંજના ડીઆઇજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર, જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી, મેયર શ્રી ધીરુભાઈ ગોહેલ, મ્યુનિ. કમિશ્નર શ્રી આર.એમ. તન્ના, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાકેશભાઈ ધુલેશિયા, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સીસીએફ શ્રી કે.રાજેશ, ડીસીએફ શ્રી ધીરાજકુમાર મિત્ત્।લ, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, પો.ઇન્સ. એચ.આઈ.ભાટી, આર.બી.સોલંકી, પીએસઆઇ જે.એમ.વાળા, પી.વી. ધોકડીયા, પી.એચ.જોશી,  સહિતના અધીકારીઓ તથા પદાધિકારીઓ તથા પોલીસ સ્ટાફના જવાનો તેમજ મીડિયાકર્મીઓ હાજર રહયા હતા. આ પ્રસંગે ર્ંજૂનાગઢ રેંજના ડીઆઇજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા વૃક્ષારોપણનું ખાસ મહત્વ સમજાવી, હાલના વિકાસના યુગમાં પ્રદૂષણમાં વધારો થયેલ છે ત્યારે વૃક્ષ વાવીને જ પ્રદુષણને અટકાવી શકાય છે તેમજ વૃક્ષારોપણ કરવામાં આવેલ વૃક્ષની માવજત થાય અને ઉછેર થાય એ પણ જરૂરિયાત હોવાનું જણાવી, હાલના સમયમાં વધુમાં વધુ વૃક્ષ વાવવા હિમાયત કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમ દરમિયાન વંદે ગુજરાત ચેનલ દ્વારા રાજય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ પોલીસ સ્ટાફ દ્વારા નિહાળવામા આવેલ હતું. જૂનાગઢ પોલીસ દ્વારા આયોજિત વન મહોત્સવ ૨૦૨૧ કાર્યક્રમ દરમિયાન પોલીસ હેડ કવાર્ટર ખાતે જૂનાગઢ રેંજના ડીઆઇજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર, જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી, મેયર શ્રી ધીરુભાઈ ગોહેલ, મ્યુનિ. કમિશ્નર શ્રી આર.એમ. તન્ના, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાકેશભાઈ ધુલેશિયા, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સીસીએફ શ્રી કે.રાજેશ, ડીસીએફ શ્રી ધીરાજકુમાર મિત્ત્।લ, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓ દ્વારા ખાસ વૃક્ષારોપણ પણ કરવામાં આવેલ હતું. જૂનાગઢ પોલીસ દ્વારા આયોજિત વન મહોત્સવ ૨૦૨૧ કાર્યક્રમનું સંચાલન હારુનભાઈ વિહળ દ્વારા કરવામાં આવેલ તેમજ સમગ્ર વ્યવસ્થા પીઆઇ એક.આઈ.ભાટી, પીએસઆઇ જે.એમ.વાળા, પી.એચ.જોશી, દ્વારા કરવામાં આવેલ હતી. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા આયોજિત વન મહોત્સવ ૨૦૨૧ કાર્યક્રમ સફળ રહ્યો હતો. (અહેવાલ : વિનુ જોશી, તસ્વીર : મુકેશ વાઘેલા -જૂનાગઢ)

(12:52 pm IST)