Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

પોરબંદરના મોઢવાડામાં હત્યા પાછળ છેડતીનું કારણ : દંપતીની ધરપકડ

પોરબંદર, તા. ૮ : તાલુકાના મોઢવાડા ગામે પાંચેક દિવસ પહેલા થયેલી યુવાનની હત્યા અંગે તથા તખુ ઉર્ફે કાળો ટપુ ભીનીબેન લખુ બન્ને દંપતીને પોલીસે પકડી પાડેલ છે. હત્યા પાછળ છેડતી અંગે ઝઘડાનું કારણ બહાર આવ્યું છે.

  ગઇ તા.૦૪/૧૦/ર૦ર૨૧ના રોજ મોઢવાડા ગામ મહેરસમાજના રસ્તેથી ૧૦૮  એમ્બયુલન્સ એક વ્યકિતને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે પોરબંદર ભાવસિંહજી હોસ્પીટલ ખાતે લઇ  આવેલ અને ઓન ડયુટી મેડીકલ ઓફિસરશ્રીએ ચેક કરીને આ યુવકને મરણ ગયાનું જાહેર થયેલ જે  યુવકના ખીસ્સા માંથી મળેલ મોબાઇલ થી તેના પરીવાર જનોનો સંપર્ક થતા આ મરણ જનાર અરવિંદ  મેઘાભાઇ વાઘેલા દેવીપુજક ઉવ. રપ રહે. અડવાણા તા.જી. પોરબંદર વાળો હોવાનું થયેલ અને મરણ  જનારના ભાઇ એ અજાણ્યા વ્યકિત વિરૂધ્ધ પોતાના ભાઇની તીક્ષ્ણ હથીયારના ઘા માથામાં તથા મોઢા ઉપર  મારી હત્યા નિપજાવ્યા અંગેની ફરીયાદ આપતા ઇ.પી.કો. કલમ-૩૦ર તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ  ગુન્હો બગવદર પોલીસ સ્ટેશનમાં દાખલ ફરવામાં આવેલ.   

મર્ડરનો ગુન્હો અનડીટેકટ હોય નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનિન્દર  તાપસીંગ પવાર જુનાગઢ રેન્જ, જુનાગઢ નાઓ તથા પોલીસ અધીક્ષકશ્રી ડો. રવિ મોહન સૈની  તથા ઇ/ચા નાયબ પોલીસ અધીક્ષકશ્રી જે.સી.કોઠીયા પોરબંદર ગામ્ય નાઓના માર્ગદર્શન  હેઠળ પીએસઆઇ એચ.સી.ગોહિલ તથા બગવદર પો.સ્ટે. તથા એસ.ઓ.જી. તથા એલ.સી.બી.ના જવાનોની અલગ  અલગ ટીમો બનાવી ગુનો ડીટેકટ કરવા સક્રિય થયેલ અને બાતમીદારોથી હકિકત મેળવી તેમજ  આજુબાજુમાં રહેતા સાહેદોની પુછપરછ કરતા આ કામેના મરણ જનાર અરવિંદ મેઘા વાઘેલા રહે.અડવાણા  વાળો લખુ ઉર્ફે કાલો ટપુ વાઘેલા રહે. મોઢવાડા વાળાના ઘરે આવેલ અને મોડી રાત સુધી રોકાયેલ અને મોડી રાત્રે ભીનીબેન વા/ઓ લખુ ટપુ વાઘેલાના હાથ પકડી  છેડતી કરતા ઝઘડો થયેલ હોવાની હકિકત મળેલ અને આ બનાવ પછી લખુ ઉર્ફે કાલો ટપુ વાઘેલા તથા  તેના પત્ની ભીનીબેન વા/ઓ લખુ ટપુ વાઘેલા કયાંક જતા રહેલ હોય તેઓને શોધવા માટે બગવદર  પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ ફરી અ અથાગ પ્રયત્ન કરી બંને શકદારોને પકડી (૧) લખુ ઉર્ફે કાલો  ટપુ વાઘેલા  દેવીપુજકવાસ તા.જી. પોરબંદર વાળાને પકડી પુછપરછ અર્થે પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા મરણ  જનારે આરોપી ભીનીબેનના હાથ પકડીને છેડતી કરતા સદરહું ગુન્હો કરેલાની હકિકત જણાવેલ હોય આ  ગુન્હાના કામે ધોરણસર અટક કરવામાં આવેલ છે.

આ કામગીરી પો.સબ.ઇન્સ.શ્રી એચ.સી.ગોહિલ તથા પોલીસ કોન્સ. ચંદ્રેશભાઇ  સોલંકી, દિપકભાઇ રાઠોડ, લોકરક્ષક સતીષભાઇ સોલંકી, વિજયસિંહ છેલાવડા બગવદર પોલીસ સ્ટેશન  તથા જવાનો તથા એસ.ઓ.જી.ની  એમ.એમ. ઓડેદરા, કે.બી.ગોરાણીયા, તથા હેડ કોન્સ.  આર.એસ.ચાંઉ તથા પોલીસ કોન્સ. પૃથ્વીરાજસિંહ ગોહિલ, વિપુલભાઇ બોરીચા, સમીરભાઇ જુણેજા તથા  સંજયભાઇ ચૌહાણ તથા એલ.સી.બી.ના પોલીસ હેડ કોન્સ. ઉદયભાઇ વરૂ વિગેરે સ્ટાફના જવાનોએ કરેલ છે. 

(12:56 pm IST)