Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ધોરાજી સરકારી કન્યા વિદ્યાલયના અંતે પાલિકાએ સીલ ખોલી દીધા

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા.૮ : ધોરાજી સરકારી કન્યા વિદ્યાલય ને ધોરાજી નગરપાલિકાના અધિકારીઓ એ ફાયર સેફટી ના મુદ્દા ઉપર અચાનક જ સીલ મારી દેતા ૪૫૦ વધુ દીકરીઓ નો અભ્યાસ જોખમમાં મુકાઇ ગયો હતો

ઉપરોકત બાબતે એડવોકેટ બાબુલાલ જાગાણી એ અનેક જગ્યાએ ફાયર સેફટી વગરના બિલ્ડિંગો ઉભા છે તેમજ ખાનગી શાળા અને ખાનગી હોસ્પિટલો પણ હજી ફાયર સેફ્ટીના સાધનો વગર જોવા મળી રહ્યા છે પરંતુ  અધિકારી ઓને એ બિલ્ડિંગો દેખાણી નહીં અને માત્ર સરકારી કન્યા વિદ્યાલય દેખાણી અને અચાનક જ સરકારી કન્યા વિદ્યાલય ના ગેટ ઉપર ફાયરસેફ્ટીના મુદ્દાઓ પર નોટીસ લગાવી સીલ મારી દીધા હતા આ બાબતે જો તાત્કાલિક સીલ ખોલવાના નહીં આવે તો તહેવારોના સમયમાં જ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી જે અખબારી અહેવાલ પ્રસિદ્ધ થતા રેલો આવ્યો હતો અને તાત્કાલિક અસરથી સીલ ખોલવા પડ્યા હતા

આમ જોતા માત્ર ૨૪ કલાકમાં જ સીલ ખોલી દેતા સરકારી કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી ગરીબ ૪૫૦થી વધુ દીકરીઓ રાબેતા મુજબ અભ્યાસમાં જવા લાગી છે.

(12:56 pm IST)