Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

મોરબી હોસ્પિટલમાં PSA ઓકસીજન પ્લાન્ટ

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૮: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રાષ્ટ્રવ્યાપી સામૂહિક પી.એમ. કેર્સ પીએસએ ઓકસીજન પ્લાન્ટના ઇ-લોકાર્પણના ભાગરૂપે રાજય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત મંત્રી અરવિંદભાઈ રૈયાણીની ઉપસ્થિતિમાં ટાઉન હોલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ૫૦૦ લીટર પ્રતિ મિનીટનો psa પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો હતો

રૈયાણીએ જણાવ્યું હતું કે સમગ્ર રાજયમાં ૧૮ સ્થળોએ લોકાપર્ણ કાર્યક્રમ યોજાયો છે જેમાં મોરબી ખાતે પણ ઓકસીજન પ્લાન્ટનું લોકાપર્ણ કરવામાં આવ્યું છે કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ હતી અને જો ત્રીજી લહેર આવે તો તેની તૈયારીના ભાગરૂપે ઓકસીજનની અછત ના સર્જાય તે માટે સરકારે પ્રયત્નો હાથ ધર્યા હોવાનું જણાવ્યું હતું

તો મોરબી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક પ્રદીપ દુધરેજીયાએ જણાવ્યું હતું કે મોરબી સિવિલ ખાતે ૫૦૦ લીટર પર મિનીટ ઓકસીજન પ્લાન્ટનું લોકાપર્ણ કરાયું છે અગાઉ ૧૦૦ લીટર પ્રતિ મિનીટ પ્લાન્ટ કાર્યરત હતો મોરબી સિવિલ ખાતે ૨૦૫ કોરોના આઈસોલેશન બેડ કાર્યરત છે જેથી દર્દીઓને ઓકસીજન મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે હાલ ૧૦૦ લીટર પ્રતિ મિનીટ અને ૫૦૦ લીટર પ્રતિ મિનીટ બંને પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે તો ઓકસીજન કેવી રીતે બને છે તે અંગે પણ જણાવ્યું હતું કે હવામાં રહેલ ઓકસીજન ખેચીને બાદમાં તેનું મશીન મારફત શુધ્ધિકરણ કરીને વધારાના વાયુ કાઢીને શુદ્ઘ ઓકસીજન જનરેટ થાય છે.

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી ભાઇ દેથરિયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા,પાલીકા પ્રમુખ કુસુમબેન પરમાર, જિલ્લા કલેકટરે પટેલ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:48 pm IST)