Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

‘વંદન વંદન આશાપુરા માતને' નોરતાના પ્રથમ દિ'એ ૩૦ હજારથી વધુ ભાવિકોએ માતાના મઢમાં શીશ ઝુકાવ્‍યું

કોરોના બાદ દર્શન માટે મળેલી છૂટને પગલે મુંબઈ, સૌરાષ્ટ્ર, ગુજરાત સહિત અનેક જગ્‍યાએથી ભક્‍તો ઉમટયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૮:  આદ્યશક્‍તિની આરાધનાના પર્વ નવરાત્રિ દરમ્‍યાન કચ્‍છના માતાના મઢે ભાવિકો મોટી સંખ્‍યામાં દર્શને આવી રહ્યા છે. ગઈકાલે પ્રથમ નોરતે માતાના મઢે ૩૦ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ માં આશાપુરાના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવ્‍યું હતું.
કોરોના બાદ નવરાત્રિમાં દર્શન માટે આ વર્ષે મળેલી છૂટ બાદ લોકોની શ્રધ્‍ધાનું દ્યોડાપૂર નિહાળી જાણીતા ગાયક હેમંત ચૌહાણના અતિ પ્રખ્‍યાત ભજન ‘વંદન વંદન આશાપુરા માતને, આશરો રે માંગુ આશાપુરા આઈનો, કચ્‍છ દેશની કુળદેવી આશાપુરા મઢવાળી' ની યાદ તાજી થઇ હતી. આ વર્ષે સેવા કેમ્‍પ ન હોઈ અનેક પદયાત્રીઓ કઠિન યાત્રા કરી માતાના મઢ પહોંચ્‍યા હતા. તો, છેક મુંબઈથી પણ સાઇકલ ઉપર શ્રધ્‍ધાળુ ભક્‍તો માતાના મઢ પહોંચ્‍યા હતા.

 

(11:39 am IST)