Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ઉનાના સનખડામાં બે સ્થળેથી ૯૬ હજારનો દારૂ ઝડપાયોઃ એક શખ્સ નાસી ગયો

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૮: પોલીસે સનખડા ગામે બે જગ્યાએથી વિદેશી દારૂના બીયર ટીન મળી કુલ ૩૯૬ બોટલ ૧ મોટર કાર સાથે બે ને પકડી પાડયા ૧ નાસી ગયો છે બન્ને જગ્યાએ ૯૬ર૮૦નો દારૂ સહિત કુલ ર લાખ ૯૬,૩૬૦ મુદામાલ પકડી પાડયો છે.

જીલ્લા પોલીસ વડા ગીર સોમનાથનાં રાહુલભાઇ ત્રિપાઠી તથા એ.એસ.પી. ઓમપ્રકાશ ભટની સુચનાથી ઉના તાલુકામાં વિદેશી દારૂનું સદંતર વેચાણ બંધ કરવા ઉનાનાં પોલીસ ઇન્સ્પેકટર વિજયસિંહ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ઉના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ પોલીસ હેડ કોન્સ્ટેબલ પાંચાભાઇ બાંભણીયા, અરવીંદભાઇ પી. જાની, કરશનભાઇ ભીમાભાઇ ,કનુભાઇ નાજાભાઇ, વિજયભાઇ હાજાભાઇ, જશપાલસિંહ પ્રતાપસિંહ, ધર્મેન્દ્રસિંહ સહિતનાં સ્ટાફે સનખડા ગામે ગરબી ચોકમાં એક મોટર કાર નંબર જીજે. ૩ એફ.કે. ૬૦રપ માં વિદેશી દારૂનો જથ્થો જશપાલસિંહ નરેન્દ્ર રાઠોડ (દરબાર) રે. સનખડા વાળાએ છુપાવેલ હોય રેડ પાડતા મોટરમાં રાખેલ પરપ્રાંતનો ઇંગ્લીશ દારૂ વિવિધ બ્રાન્ડની નંગ ર૭૬ રૂ. ૬૭ હજાર ૮૦ રૂપિયા ત્થા ર લાખની મોટરકાર મળી રૂ. ર,૬૭,૦૮૦ મુદામાલ સાથે તેનો માણસ વિજય કાળુભાઇ ગોહીલ રે. સનખડા વાળાને પકડી પાડેલ હતો. જશપાલસિંહ નરેન્દ્ર રાઠોડ હાજર ના મળી આવતા ગુનો દાખલ કરી પકડવા તજવીજ હાથ ધરી છે.

સનખડા ગામે બીજા દરોડામાં બાતમીના આધારે ઉના પોલીસે મહેમુભાઇ બાબુભાઇ મકવાણા રે. સનખડા ગામ વાળાએ દુકાનમાં છુપાવી રાખેલ પાસ પરમીટ વગરની ઇંગ્લીશ દારૂૈની બોટલ ત્થા બીયરટીન મળી કુલ ૧ર૦ નંગ કિંમત રૂપિયા ર૯,ર૮૦ નો પકડી પાડેલ રેડ દરમ્યાન આરોપી હાજર ન મળી આવતા ગુનો દાખલ કરી પકડવા તજવીજ હાથ ધરી હતી આમ કુલ ૩૯૬ બોટલ દારૂ ૧ મોટર કાર મળી રૂ. ર લાખ ૯૬ હજાર ૩૬૦ મુદામાલ પકડી ૧ ની ધરપકડ કરી હતી.

(11:37 am IST)