Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

MPનો બળાત્કારનો આરોપી ૧પવર્ષે જામજોધપુરથી ઝડપાયો

જામનગર તા. ૮: જીલ્લાના પોલીસ અધિક્ષક દીપન ભદ્રનની સુચનાથી એસ.ઓ.જી.ના પો. ઇન્સ. એસ.એસ. નીનામા ના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના પો.સ.ઇ. આર. વી. વીંછી તથા સ્ટાફના માણસો જામ જોધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

તે દરમ્યાન સ્ટાફના ઘનશ્યામભાઇ ડેરવાળીયા તથા અરજણભાઇ કોડીયાતર ને બાતમી મળેલ કે, ભીગનગાવ પો.સ્ટે.જી. ખરગોન (મધ્ય પ્રદેશ) ગુ.ર.નં. ર૭૬/ર૦૦પ ઇ.પી.કો. કલમ-૩૬૩, ૩૬૬, ૩૭૬ વિગેરે મુજબના ગુન્હામાં નાસ્તો-ફરતો આરોપી દીલીપ ઉર્ફે મુન્નો વિઠ્ઠલભાઇ કાંજીયા પટેલ ઉ.વ. ૪પ રહે. જામ જોધપુર કડીવારના નાકા પાસે વાળો હાલ માર્કેટીંગ યાર્ડના મેઇન ગેઇટથી ફાટક તરફ આગળ રોડ પર ઉભેલ છે જે જગ્યાએ જઇ તપાસ કરતા ઇસમ ઉભેલ હોય તુરત જ પકડી લઇ હસ્તગત કરી ભીગનગાવ પો.સ્ટે. જી. ખરગોન (મધ્ય પ્રદેશ) પો. સ્ટે.ને આરોપી પકડયા અંગે જાણ કરી આરોપીને જામ જોધપુર પો. સ્ટે. સોંપી આપેલ છે.

(11:36 am IST)