Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

જસદણ વીજ કંપનીના ટેકનિકલ કર્મચારીઓનાં વિવિધ પ્રશ્ને મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૮: ગુજરાત એનર્જીઙ્ગ ઙ્ગએમ્પ્લોયઝ ટેકનિકલ એશો. દ્વારા ટેકનિકલ કર્મચારીઓનાં પ્રશ્ને મુખ્યમંત્રી, ઊર્જા મંત્રી સહિતનાને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરવામાં આવી છેઙ્ગ

વીજ કર્મચારીઓનાં ગુજરાતના એશો. ગીતાઙ્ગ એશો. નાં ઉપપ્રમુખ અને જસદણ વીજ કચેરીના કર્મચારી દિનેશભાઈ બી. પરમાર, એચ કે ચૌહાણ જોઇન્ટ સેક્રેટરી વગેરે કર્મચારીઓ દ્વારા તેમના પ્રશ્નો અંગે ગાંધીનગર ખાતેઙ્ગ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ઉર્જા વિભાગ શ્રી કનુભાઈ દેસાઈ કેબીનેટ મંત્રીઙ્ગ તથા રાજય ઉર્જા મંત્રીઙ્ગ મુકેશભાઇ પટેલને શુભેચ્છા પાઠવી અને ટેકનિકલ કર્મચારીઓ પોલીસી લેવલ પ્રશ્નો અંગે લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં વર્ગ ૪ માંથી વર્ગ ૩ માં સમાવેશ કરવામાં આવે તથા ઇન્ટર કંપની ચેન્જ માં અંદાજે ૩૨૦૦ કર્મચારીને વતન પરત કરવામાં આવે જેથી પોતાના પરિવાર સાથે રહે તથા જીવનાં જોખમે ટેકનિકલ કર્મચારીઓ કામગીરી કરતા હોય જેથી ,,રિકશ એલાઉનસ આપવામાં આવે તથા ટેકનિકલ કર્મચારીઓ ફિલ્ડ માં ૨૪થ૩૬૫ કામગીરી કરતા હોવા છતાં ફિલ્ડ એલાઉસ ઓછું આપવામાં આવે જેમાં ઇજનેર ને ફિલ્ડ એલાઉસ ૧૩% આપવામાં આવે છે અને ટેકનિકલ કર્મચારી ૭:૭૫% આપવામાં આવે છે જેથી આ વિસંગતતાઓ દુર કરી ઇજનેર આપવામાં આવતું ફિલ્ડ એલાઉસ મુજબ ટેકનિકલ કર્મચારી ને આપવામાં આવે કારણ કે છઠ્ઠા પગારપંચ વખતે ફિલ્ડ એલાઉસ ઇજનેર ને વધારે આપવામાં આવેલ છે અને ટેકનિકલ કર્મચારી ને ફિલ્ડ એલાઉસઓછું આપવા આવેલ છે જેઙ્ગ અંગે ની વિસંગતતાઓ દુર કરવા માટે વાર વાર લેખિત રજૂઆત કરી અને આ વિસંગતતાઓ સાતમા પગારપંચ દુર કરવા આવી નથી.

તેમજ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ વડોદરા તાંબા હેઠળ વિવિધ કંપની માં અલગ અલગ પરીપત્ર છે જે પરીપત્ર તમામ વીજ કંપની કર્મચારી ઓને એકસરખા નિતી નિયમો હોવા જોઈએ અને પરીપત્રો પણ ગુજરાતી ભાષા હોવા જોઈએ તો આ ઉપરોકત બાબતો થી મેનેજમેન્ટ તથા ગુજરાત રાજય મંત્રી શ્રી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી તથા ઉર્જા વિભાગ કેબીનેટ મંત્રી શ્રી લેખિત રજૂઆત કરવામાં આવી તો આ અંગે વહેલી તકે નિરાકરણ લાવવા આવે અન્યથા ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે છાવણી નાખવામાં આવશે જે અંગે હાલ માં ગીતા યુનીયન દ્વારા નોટિસ આપી છે જે પેડીગ છે તો આ અંગે આવનાર દિવસોમાં જરૂર કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવશે કારણ કે જેટલી વખત આંદોલન નોટિસ આપી છે જે અંગે ગાંધીનગર પોલીસ મહાનિદેશક શ્રી L.I.B વિભાગ સેકટર-૨૭ દ્વારા આંદોલન નોટિસ અન્વયે ચોરવાડ પોલીસ સ્ટેશન તથા જસદણ પોલીસ સ્ટેશનમાં ગીતા યુનીયનનાં એચ કે ચૌહાણ જોઇન્ટ સેક્રેટરી જનરલ તથા ડી બી પરમાર ઉપ પ્રમુખ શ્રી નાં નિવેદન લેવામાં આવેલ છે જે અંગે ગાંધીનગર પોલીસ મહાનિદેશક શ્રી તથા રાજય સરકાર અને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ વડોદરા ગંભીર નોંધ લીધીઙ્ગ તેમ જસદણ પીજીવિસીએલ નાં કર્મચારી દિનેશભાઈ બાબુભાઈ પરમારની યાદી જણાવે છે.

(11:28 am IST)