Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ૧૩ મીએ ગરબા સ્પર્ધા.

 મોરબી :  મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ૧૩ મીએ ગરબા હરિફાઈનું આયોજન કરવામાં આવનાર છે.
મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ભારતી વિકાસ વિદ્યાલય ખાતે તારીખ ૧૩ ના રોજ બપોરે ૪ થી ૭ કલાકે ગરબા હરિફાઈનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૫ વર્ષથી ૧૭ વર્ષ સુધીની દીકરીઓ ભાગ લઇ શકશે. કેટેગરી પ્રમાણે દરેક દીકરીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય પ્રાઈઝ તેમજ ભાગ લેનાર દરેક ખેલૈયાઓને પ્રોત્સાહન ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.

(11:08 am IST)