Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ટાટા કેમિકલ્‍સને સીઆઇઆઇ ‘સિકસ સિગ્‍મા નેશનલ કોમ્‍પિટિશન' ર૦ર૧માં ત્રણ પ્‍લેટીનમ સ્‍તરના એવોર્ડ

(દિવ્‍યેશ જટણીયા દ્વારા) મીઠાપુર તા. ૮ :.. ટાટા કેમિકલ્‍સે તાજેતરમાં યોજાયેલી સીઆઇઆઇ નેશનલ સિકસ સિગ્‍મા કોમ્‍પિટીશન ર૦ર૧ ની ૧પ મી એડીશનમાં કંપનીના ટેકનીકલ ઇનોવેશન અને પ્‍લાન્‍ટની કામગીરીની કાર્યદક્ષતા સુધારવા પર કેટલાક પ્રોજેકટસ કેસ સ્‍ટડીઝ માટે ત્રણ પ્‍લેટીનમ લેવલના એવોર્ડ મેળવ્‍યા છે.
જે સ્‍પર્ધામાં પ્રસ્‍તુત કરવામાં આવ્‍યા હતાં. ટાટા કેમિકલ્‍સની ટીમો મોનોહાઇડ્રેટ પ્‍લાન્‍ટ થ્રુપુટ એન્‍હાસ્‍મેનટ, એસડીટી સપોર્ટ રોલરની ટકાઉ ક્ષમતા વધારવા અને પાવર પ્‍લાન્‍ટની પ્રક્રિયાઓમાં ઉષ્‍માની રીકવરી વધારવા અને ઉષ્‍માના હસ્‍તાતરણ દ્વારા ઉષ્‍માના નુકશાનને ઘટાડવા પર તેના પ્રોજેકટ કેસ સ્‍ટડી માટે ટોપ પર આવી હતી. કંપનીના એસડીટી સપોર્ટ રોલરની ટકાઉક્ષમતા વધારવા ટાઇટલ ધરાવતો પ્રોજેકટ કેસ સ્‍ટડીને સ્‍પર્ધામાં સેંકડ રનર અપ તરીકે સ્‍થાન પણ મળ્‍યું હતું. આ સ્‍પર્ધામાં સંપૂર્ણ  ઉદ્યોગની વિવિધ કંપનીઓમાંથી કુલ ૧૮ ટીમો સહભાગી થઇ હતી.
આ એવોર્ડ ટાટા કેમિકલ્‍સની કાર્યદક્ષતા, સસ્‍ટેઇનેબીલીટી અને હિતધારકના મુલ્‍યના સતત સર્જન માટેની પ્રતિબધ્‍ધતાનું રાષ્‍ટ્રીય પ્રમાણ પણ છે. આ ઉપલબધી પર ટાટા કેમિકલ્‍સના એમ ડી અને સી.ઇ.ઓ. શ્રી આર. મુકુંદને કહયું હતું કે અમને સીઆઇઆઇની નેશનલ સિકસ સિગ્‍મા કોમ્‍પિટીશનની ૧પ મી એડીશનમાં ટોચના એવોર્ડ મળવા બદલ ટાટા કેમિકલ્‍સમાં આનંદ અને ગર્વની લાગણી અનુભવીએ છીએ. અમારી ત્રણ ટીમો એ કંપનીના કામગીરીમાં કાર્યદક્ષતા અને સ્‍પર્ધાત્‍મકતા લાવવાના અવિરત પ્રયાસોનો પુરાવો છે.
તેઓએ ઉમેર્ય હતું કે ટાટા કેમિકલ્‍સમાં અમે ઉત્‍પાદન, નિર્માણમાં ગુણવતા નિયંત્રણ અને સાતત્‍યતા તથા કાર્યદક્ષતા વધારવાના તુલ તરીકે સિકસ સિગ્‍માના સિધ્‍ધાંતોનો ઉપયોગ કરવામાં દ્રઢપણે માનીએ છીએ. વર્ષ ર૦ર૦ માં ટાટા કેમિકલ્‍સની ટીમે ગોલ્‍ડ લેવલમાં પ્રતિસ્‍થિત સીઆઇઆઇ નેશલ સિકસ સિગ્‍મા કોમ્‍પિટિશન જીતી હતી. આની શરૂઆત ર૦૦૭ માં સીઆઇઆઇએ કરી હતી અને દર વર્ષે વિજેતા ટીમોને તેમના પ્રેઝન્‍ટેશન પછી નિષ્‍ણાત જયુરી દ્વારા પસંદ કરવામાં આવે છે.

 

(11:01 am IST)