Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

આજે બીજુ નોરતુઃ બ્રહ્મચારિણી માતાજીની પૂજાનો મહિમા

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં નવલા નોરતામાં પ્રાચીન રાસ-ગરબાની રમઝટ

પ્રથમ તસ્‍વીરમાં ભાવનગરનાં ભંડારીયામાં અને મોટીપાનેલીમાં પ્રાચીન ગરબી નજરે પડે છે.
રાજકોટ તા. ૮ :.. આજે બીજુ નોરતુ છે આજના દિવસે શ્રી બ્રહ્મચારીણી માતાજીની પૂજાનો મહિમા છે. નવ દિવસ સુધી ભાવિકો અનુષ્‍ઠાન કરીને માતાજીની આરાધના કરે છે.
રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર પ્રાચીન રાસ-ગરબાની રમઝટ બોલી રહી છે.
બ્રહ્માચારિણી માતાજી
પૌરાણિક કથા અનુસાર, દેવી પાર્વતીને ભગવાન શિવ સાથે લગ્ન કરવાની આ ઇચ્‍છા હતી. જયારે તેના માતાપિતાને આ વિશે જાણ થઈ, ત્‍યારે તેઓએ તેને નિરાશ કરવાનો પ્રયાસ કર્યો. જો કે, તે અસરકારક ન હતું અને તેણી કામો, પ્રવૃત્તિઓ અને આકર્ષણના ભગવાન કામ પાસે તેની મદદ માટે પહોંચી. આ અનુસંધાનમાં, કામે શિવમાં આનંદ અને ઇચ્‍છાનો એક તીર ચલાવ્‍યો. ધ્‍યાનની સ્‍થિતિમાં હોવાથી, શિવ વ્‍યથિત થઈ ગયા અને ખરેખર ગુસ્‍સે થયા તેથી, તેણે તેને રાખમાં બાળી દીધા.
તે પછી, તે શિવની જેમ જીવવાનું શરૂ કરી.ᅠ દેવી પર્વતો પર ગઈ અને દ્યણા વર્ષોથી સંન્‍યાસીનું જીવન જીવી.ᅠ તેથી, તેણીનું નામ બ્રહ્મચારિણી પડ્‍યું.ᅠ આ કારણે તેણે ભગવાન શિવનું ધ્‍યાન દોર્યું.ᅠ તેથી, તે વેશમાં તેની પાસે ગયા અને શિવના તમામ નકારાત્‍મક લક્ષણો કહ્યું.ᅠ પરંતુ, દેવીએ આવી બધી વાતો તરફ ધ્‍યાન આપ્‍યું નહીં, પણ તે બધું સાંભળવાનો પ્રતિકાર કર્યો.ᅠ છેવટે શિવે તેને સ્‍વીકારી લીધા અને તેઓએ લગ્ન કરી લીધા હતા.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ પ્રસિદ્ધ શક્‍તિધામ ભંડારિયામાં આજે ગુરૂવારથી નવરાત્રી ઉત્‍સવનો ભાવભેર પ્રારંભ થયો છે, ઘટ સ્‍થાપન બાદ નિજ મંદિરેથી માતાજીની ગરબીને વાજતે ગાજતે ચોકમાં પધરાવાઈ હતી.
ᅠચોકમાં માતાજીની ગરબી પધરાવી તેમની સમક્ષ ભવાઈનો અંશ -નાટકો રમી ગ્રામ્‍ય કલાકારો સામાજીક સંદેશો પાઠવવાનું કામ વર્ષોથી કરતા આવ્‍યા છે. સાથે ધાર્મિક, ઐતિહાસિક કથાઓ વણી લેતા પાત્રો રજૂ કરી ઇતિહાસને લોકભોગ્‍ય બનાવાનું કાર્ય થઈ રહ્યું છે. ભંડારિયામાં નવરાત્રી મહોત્‍સવમાં દરરોજ માતાજીની ભવ્‍ય આરતી બાદ પ્રાચીન પરંપરા મુજબ દરરોજ રાત્રીના અહીંના શક્‍તિ થિયેટર્સના રંગ મંડપમાં ધાર્મિક, સામાજીક, ઐતિહાસિક નાટકો ભજવાશે. પ્રથમ દિવસે બહુચરાજી મંદિરેથી માતાજીની ગરબી વાજતે ગાજતે ભૂંગળના સુર સાથે માણેકચોકમાં પધરાવાઇ હતી. આ પ્રસંગે ભાવિકોએ સામેલ થઈ ધન્‍યતા અનુભવી હતી.
મોટી પાનેલી
(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી :ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં પચાસ વર્ષ જૂની પ્રાચીન ગરબી શ્રી શક્‍તિ ગરબી મંડળમાં નવરાત્રી મહોત્‍સવ નો પ્રારંભ સાદગી અને ભક્‍તિના માહોલ સાથે થયો હતો ગરબી મંડળમાં નાની નાની બાળાઓ માતાજી ના ગરબા લઇને લોકોને ભક્‍તિના માહોલમાં ડુબાડે છે કોરોનાં મહામારીને ધ્‍યાન માં લઈને સાદગી અને સમયની પાબંધી જળવાઈ તે રીતે ગરબીનું આયોજન કરવામાં આવેલ છે માતાજીની ભવ્‍ય આરતી સાથે નવરાત્રી મહોત્‍સવનો પ્રારંભ કરવામાં આવેલ.
દામનગર
(વિમલ ઠાકર દ્વારા) દામનગર : દામનગર શિવશક્‍તિ રસ મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્‍સવ સાથિયા પુરાવો રાજ દીવડા પ્રગટાવો રાજ આજ મારે આંગણે પધારો સાથે શક્‍તિ પર્વ નવરાત્રી દૈવી અનુષ્ઠાન નો રંગારંગ પ્રારંભ અનેક ગાઈડ લાઈન શરતી મંજૂરી સાથે નવરાત્રી મહોત્‍સવનો શહેરમાં અનેક જગ્‍યા એ પ્રારંભ ખેલૈયા માં અનેરા ઉત્‍સાહ સાથે દ્યણા સમય થી સુષુપ્ત પહેલ મંડપ સમયાણા માઇક સાઉન્‍ડ લાઈટ ડેકોરેશન નો લાંબા સમયે ઉપયોગ પ્રાચીન સંસ્‍કૃતિ આદ્યશક્‍તિ ની પૂજા નું પર્વ ઉજવવા અનેકો યુવક મંડળ સંગઠનો દ્વારા જનજાગૃતિ લોક સેવા સાથે નવરાત્રી ની ઉજવણી ના આયોજનો કરાયા છે.

 

(10:59 am IST)