Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

મોરબીનગરપાલીકા માટે સરમની વાત !! મોરબીના સિનિયર સીટીઝન સમૂહમાં નવલખી રોડની સાફ સફાઈ કરશે!!

નગરપાલિકા તંત્ર કામ ન કરતા વડીલોએ સાફ સફાઈ અને નડતર રૂપ બાવળ કાપવાનું બીડું ઝડપ્યું

મોરબીમાં પાલિકાને સાફ – સફાઈ અને માર્ગ ઉપર નડતર જાડી ઝાંખરા દૂર કરવાં ફુરસદ ન મળતી હોય મોરબીની સિનિયર સીટીઝન કાઉન્સિલ દ્વારા રવિવારે શ્રમયજ્ઞ કરી નવલખી રોડને સ્વચ્છ સાફ સુથરો બનાવવા બીડું ઝડપવામાં આવ્યું છે.
મોરબી સિનિયર સીટીઝન કાઉન્સિલના પ્રમુખ ડો.બી.કે.લહેરુ, પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ મહેતા અને મંત્રી મહેશભાઈ દ્વારા સયુંકત રીતે નવલખી રોડ ઉપર ફાટકથી લઈ પરશુરામ ધામ સુધી આગામી તા.૧૦ ને રવિવારે સવારે ૯ થી બપોરે ૧ સુધી સમૂહ શ્રમયજ્ઞ કરવા નક્કી કરી ઘનિષ્ઠ સફાઈ અને રોડ ઉપર નડતર રૂપ બાવળ સહિતના જાડી, ઝાંખરા દૂર કરવામાં આવશે.
વધુમાં સિનિયર સિટીઝન કાઉન્સિલના હોદ્દેદારોએ તમામ સભ્યોને રવિવારે તા.10ના રોજ સવારે કુબેરનગર, ત્રિલોકધામ ખાતે અચૂક હાજર રહી આ શ્રમયજ્ઞમાં સહભાગી બનવા અનુરોધ કર્યો છે.

(11:02 am IST)