Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

માધવપુરમાં જૂગાર રમતા પ શખ્‍સો ૧પ હજારની રોકડ સાથે ઝડપાયા

પોરબંદર તા. ૮ :.. માધવપુર ઘેડમાં ખૂલ્લા પટ્ટમાં તીનપતી જૂગાર રમતા પાંચ શખ્‍સોને ૧પ૭૮૦ ની રોકડ સાથે પોલીસે  પકડી પાડેલ છે.
જુનાગઢ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવી મોહન સૈની દ્વારા આપેલ સુચના અનુસંધાને પોરબંદર ગ્રામ્‍ય વિભાગના ઇ.ચા. નાયબ પોલીસ અધિક્ષક જે. સી. કોઠીયાના માર્ગદર્શન હેઠળ માધવપુર પો. સ્‍ટે. ઇ. ચા. પો. સબ. ઇન્‍સ. એ. બી. દેસાઇની સુચના અંતર્ગત માધવપુર પોલીસ સ્‍ટાફના માણસો માધવપુર ગામમાં ખુલ્લા પટમાં જાહેરમાં રોન પોલીસ નામનો હારજીત નો જૂગાર રમવાનું ચાલુ હોય જેથી હકિકત વાળી જગ્‍યાએ રેઇડ કરી અને રેઇડ દરમ્‍યાન પાંચ ઇસમો પકડાઇ જઇ તથા એક ઇસમ નાસી ગયેલ હોય જેથી જૂગારના સાહિત્‍ય તથા રોકડ રૂા. ૧પ૭૮૦ ના મુદામાલ સાથે પાંચ ઇસમોને પકડી પાડી એમ કુલ છ ઇસમો વિરૂધ્‍ધ જુ. ધા. ક. ૧ર મુજબ ગુન્‍હો રજૂ કરાવેલ છે.
આ કામગીરી માધવપુર પો. સ્‍ટે.ના પો. હેડ કોન્‍સ. ડી. એ. ઓડેદરા લોકરક્ષક રાહુલભાઇ રામજીભાઇ તથા મનિષભાઇ નાનુભાઇ તથા જયદિપભાઇ પ્રભાતભાઇ તથા લોકરક્ષક ભાર્ગવભાઇ મૈસુરભાઇ કરંગીયા વગેરેએ કરી હતી.

 

(10:57 am IST)