Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ધોરાજીમાં અપહરણ કરનાર અને યુવતીને રાજકોટ ગ્રામ્ય પોલીસની ટીમે વડોદરાથી ઝડપી પાડયા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૮ : રાજકોટ જિલ્લા પોલીસવડા બલરામ મીણા દ્વારા જિલ્લાના વિવિધ ગુનાઓમા લાંબા સમયથી આરોપીઓને તથા ગુમઅપહરણ થયેલ બાળકોને શોધવા સુચના થયેલ હોય જે અન્વયે દોઢેક વર્ષથી યુવતીને ભગાડી જનાર તથા ભોગબનનાર મળી આવેલ ન હોય અને આ ગુન્હામા ભોગબનનારનુ અપહરણ કોણે કર્યું તે અંગે કોઇ નામ નમુદ ન હોય જે તપાસ ધોરાજી પોલીસે કરેલ અને કેસમાં કોઈ મહત્વની માહિતી નહી મળતા આ કેસ અનડીટેક રહેલ આ ગુન્હાની આગળની તપાસ એન્ટી હયુમન ટ્રાફીક શાખા રાજકોટ ગ્રામ્યને સોપવામા આવેલ તપાસ કરી રહેલી ટીમે આ કેસ તપાસ એન્ટી હયુમન ટ્રાફીક શાખાના નોડલ ઓફીસર પી.આઈ એ.આર.ગોહીલના માર્ગદર્શન હેઠળ આ તપાસના તમામની પુછપરછ કરી તથા કોલડીટેઇલનો અભ્યાસ કરી શકમંદોની બનાવ વખતેની હાજરી તથા ભોગબનનાર કયા સમયે કયા-કયા રોકાવા ગયેલ અને કોણ તેના સંપર્કમા આવેલ તેવી વ્યકતિઓની શોધખોળ શરૂ કરેલ અને સધન તપાસ હાથ ધરેલ જે આધારે ભોગબનનારનુ લોકેશન મેળવેલ અને એન્ટી હયુમન ટ્રાફીક શાખાએ એકતાનગર,છાણીનાકા વડોદરા ખાતે તપાસ કરી આ અંગે હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સ્પોર્ટ લઇ આરોપીના નામઠામ અંગે ચોકકસ હકીકત મેળવી આરોપી મુળ નડીયાદ હાલ વડોદરા રહેતા અજયભાઇ ઠાકોરભાઇ ભીલ (ઉ.વ. ૨૪)ને વડોદરા ખાતેથી ભોગ બનનાર સાથે શોધી કાઢી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

પી.આઈ એ.આર.ગોહીલના માર્ગદર્શન હેઠળ એન્ટી હયુમન ટ્રાફીક શાખાના પી.એસ.આઈ ટી.એસ. રિઝવી, જગતભાઇ તેરૈયા, મયુરભાઇ વિરડા, મહિલા પોલીસ મનિષાબેન ખીમાણીયા, સાઇબર ક્રાઇમના ભાવેશભાઇ મકવાણાએ કામગીરી કરી હતી.

(10:40 am IST)