Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

નવરાત્રીના પ્રથમ દિવસે જ માતા-પિતા વિહોણી દીકરી 'રાજેશ્વરી'ની જવાબદારી સંભાળતી 'ટિમ ગણેશ'

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૮: ગોંડલ શહેરના સૈનિક સોસાયટીમાં રહેતીઙ્ગ આશરે ૭ વર્ષની દીકરી રાજેશ્વરી ના પિતા અનિરુદ્ઘ ભાઈ ચૌહાણે ઘણા સમય પહેલા આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. દીકરી સમજણી થાય એ પહેલાં તેની 'માં' કયારેય મમતા ન છોડે. પરંતુ કળિયુગના સમય માં માતા એ પણ દીકરીને તરછોડી બીજે લગ્ન કરી લીધા હતા. રાજેશ્વરી નોંધારી બનતા તેમના વૃદ્ઘ દાદી રેખાબેનની સાથે નાનકડા ઝૂંપડામાં રહે છે અને આર્થિક પરિસ્થિતિ પણ ખુબજ દયનિય હોય અને દીકરીના ભવિસ્ય અને ભણતર નો પણ પ્રશ્ન હોય આ વાત ગોંડલ ધારાસભ્યના પ્રતિનિધિ ગણેશસિંહ જયરાજસિંહ જાડેજા તથા નગરપાલિકા દંડક રાજેન્દ્રસિંહ જાડેજાને ધ્યાને આવતા તાત્કાલિક રાજકોટ સમાજ સુરક્ષા વિભાગના અધિકારી મિલન પંડિત તથા દવે ને સ્થળ વિઝીટ કરાવી સરકાર ની 'પાલક માતા પિતા યોજના' અંતર્ગત દર મહિને રૂ.૩૦૦૦/ પેન્શન દીકરી ૧૮ વર્ષની થાય ત્યાં સુધી ચાલુ કરાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

આ સાથે 'ટિમ ગણેશ' દ્વારા રાજેશ્વરીનો અભ્યાસનો ખર્ચ તથા અન્ય પરચુરણ ખર્ચ પણ ઉઠાવવાનું ગણેશસિંહ જયરાજસિંહ જાડેજા તથા અગ્રણીઓ એ નક્કી કર્યું હતું. આ તકે સેવાભાવી ભીખુભા જાડેજા પણ ઉપસ્થિત રહ્યા.

'ટિમ ગણેશ'એ સાચા અર્થમાં એક દીકરીને મદદ કરી નવરાત્રિની ઉજવણી કરી હતી.

(11:32 am IST)