Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

મોરબીના રવાપર રોડ પર લૂંટ કરનાર આરોપીઓ પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યું,

દિલ્હી પોલીસ પાસેથી કબજો મેળવી બાદમાં કરાવ્યું રી-કન્સ્ટ્રકશન.

મોરબીના રવાપર રોડ પર બંદુક બતાવીને આંગડીયા કર્મચારીને લૂંટીને દિલ્હી તરફ નાસી ગયેલા બંને ઈસમો દિલ્હીથી ઝડપાયા હોય જે બંને આરોપીઓનો કબજો મેળવી મોરબી લાવવામાં આવ્યા બાદ કોર્ટમાં રજુ કરતા કોર્ટે તા. ૧૨ સુધીના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે તો આરોપીઓના રિમાન્ડ મેળવી પોલીસે બંને આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યું હતું

મોરબીના પંચાસર રોડ પર રહેતા વસંતભાઈ બાવરવાને રવાપર ચોકડી નજીક આંતરી લઈને બે બાઈકસવાર ઇસમોએ મરચાની ભૂકી છાંટી બંદુક બતાવીને પૈસા ભરેલ થેલામાંથી રોકડ લૂંટ કરી બે ઈસમો નાસી ગયા હોય જે આરોપીઓનું પગેરું દિલ્હી અને હરિદ્વાર હોવાનું ખુલતા મોરબી એલસીબી ટીમે દિલ્હી સુધી તપાસ ચલાવી હતી જેમાં આરોપીઓ જયદીપ ઉર્ફે લાલો ઉર્ફે શક્તિ નાનજીભાઈ પટેલ રહે બંગાવડી તા. ટંકારા અને સંદીપ ઉર્ફે સેન્ડી શ્યામબહાદુરસિંગ રાજપૂત રહે હાલ સુરત મૂળ યુપી વાળો દિલ્હી ખાતેથી મળી આવતા બંને આરોપીની ઝડતી તપાસ કરવામાં આવી હતી જેમાં લૂંટના ગુન્હામાં ઉપયોગ કરેલ હથિયાર અને રોકડ રૂપિયા મળી આવ્યા હોય જેથી દિલ્હી પોલીસ દ્વારા બંને ઈસમો વિરુદ્ધ ગેરકાયદેસર હથિયાર અંગેનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો અને રોકડ રકમ રીકવર કરી ધરપકડ કરી હતી જે આરોપીઓનો મોરબી પોલીસે કબજો મેળવી મોરબી લાવવામાં આવ્યા હતા અને બંને ઇસમોને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તા. ૧૨ સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવાનો આદેશ કર્યો છે લૂંટમાં ગયેલ ૩.૯૦ લાખની રોકડ રકમ દિલ્હી પોલીસે કબજે કરી હોય જે રકમ મોરબી પોલીસને સોપવામાં આવી છે અને લૂંટની રકમ રીકવર કરવામાં આવી છે તો લૂંટમાં વપરાયેલ બાઈક અને હથિયાર અગાઉ કબજે થઇ ચુક્યું છે
આરોપીઓ પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યું
મોરબીમાં ધોળે દિવસે લૂંટની ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી હતી અને આ ચકચારી બનાવમાં બંને ઇસમોને દિલ્હીથી મોરબી લાવી રિમાન્ડ મેળવ્યા બાદ પોલીસે બંને આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યું હતું રવાપર રોડ પર લીલાલહેર પાસે લઇ જઈને બંને ઈસમો પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યું હતું ત્યારે ઉપસ્થિત લોકોએ પોલીસની કામગીરીને તાળીઓથી વધાવી લીધી હતી.

(10:10 pm IST)