Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

મોરબીમાં અંડર-૧૯ શાળાકીય રમત-ગમત સ્પર્ધાઓનું આયોજન.

પ્રથમ તાલુકા કક્ષાએ અંડર-૧૯ કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, અને એથ્લેટીક્સ સ્પર્ધા અને ત્યાર બાદ જિલ્લા કક્ષાએ સ્પર્ધા યોજાશે

મોરબી : યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,ગાંધીનગરના આદેશ મુજબ ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન અંડર-૧૯ શાળાકીય રમત ગમત સ્પર્ધાઓ તથા અન્ય રમત ગમત સ્પર્ધાઓના આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ તાલુકા કક્ષાએ અંડર-૧૯ કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, અને એથ્લેટીક્સ સ્પર્ધા અને ત્યાર બાદ જિલ્લા કક્ષાએ સ્પર્ધા યોજાશે.આથી આ સ્પર્ધામાં ભાગ લેવા માટે મોરબી જિલ્લાની પ્રાથમિક,માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓને એન્ટ્રી મોકલી દેવા અનુરોધ કરાયો છે.

વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન અંડર-૧૯ શાળાકીય રમત સ્પર્ધાઓ તથા અન્ય રમત સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવાના ગાંધીનગરથી પરિપત્ર સંદર્ભે પ્રથમ તાલુકા કક્ષાએ અંડર-૧૯ કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, અને એથ્લેટીક્સ (ભાઈઓ/બહેનો) સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે અને ત્યાર બાદ જિલ્લા કક્ષાએ આ સાથે સામેલ સ્પર્ધા કાર્યક્મ મુજબ સ્પર્ધાઓ યોજવામાં આવશે. તાલુકાકક્ષાએ અંડર-૧૯ કબડ્ડી, ખો-ખો,વોલીબોલ અને એથ્લેટીક્સ (ભાઈઓ/બહેનો) સ્પર્ધામાં ભાગ લેવા માંગતી શાળા/સંસ્થાઓએ તેમના પ્રવેપત્રો પોતાના તાલુકા કન્વીનરોને તા.૦૮/ ૧૦/ ૨૦૨૧ સુધીમાં મોકલી આપવાના રહેશે. તાલુકા કન્વીનર અંડર-૧૯ કબડ્ડી, ખો-ખો, વોલીબોલ અને એથ્લેટીક્સ રમતોનું તાલુકા કક્ષાએ તા.૧૦/૧૦/૨૦૨૧ સુધીમાં આયોજન પુર્ણ કરી જિલ્લામાં ભાગ લેવા માટેના પ્રવેશપત્રો જિલ્લા કન્વીનરઓને મોકલવાના રહેશે. સીધી જિલ્લા કક્ષાએ યોજાનાર રમતોમાં ભાગ લેવા માંગતી શાળા-સંસ્થાઓએ તેમના પ્રવેશપત્રો તા.૦૯/૧૦/૨૦૨૧ સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીના (ઈ-મેઈલ:  dsomorbi36@gmail.com ) _ ઈમેલ મોકલવાનો રહેશે. સમય મર્યાદા બહાર આવેલ કે અધુરી વિગતવાળા પ્રવેશપત્રોને રદને પાત્ર થશે

(10:01 pm IST)