Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

અમરેલી ઓકસફર્ડ સ્કુલ ઓફ સાયન્સના કેમ્પસનો લોકાર્પણ

અમરેલી તા.૮ : કેન્દ્રીયમંત્રીશ્રી પરષોત્ત્।મભાઈ રૂપાલા, શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલીની ઓકસફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સના ભવ્ય કેમ્પસનો લોકાર્પણ સમારોહ સંપન્ન થયો હતો.

આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રીશ્રી રૂપાલાએ જણાવ્યું હતું કે સમગ્ર અમરેલી જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ખુબ જ સુવિધા યુકત કહી શકાય તેવા સ્કૂલ ઓફ સાયન્સના નવા બિલ્ડીંગનું મળ્યું છે. જુના સંસ્મરણો વાગોળતા મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે જુના જમાનામાં શિક્ષણનો એટલો વ્યાપ ન હતો ત્યારે પણ અમરેલી જિલ્લામાં શિક્ષણની જાગૃતિ હતી. શૈક્ષણિક સંસ્થાઓના યોગદાન બાબતે એમણે જણાવ્યું હતું કે આજે બાળકોને યોગ દિશા ચીંધવાનું કામ આ સંસ્થાઓ કરી રહી છે. માત્ર શિક્ષણ જ નહિ પરંતુ સંસ્કારોનું સિંચન પણ આ સંસ્થાઓ કરે છે.

શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ગુણવત્ત્।ાયુકત શિક્ષણ માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર કટિબદ્ઘ છે. કાર્યક્રમમાં હાજર રહેલા તમામ શિક્ષકોને સંબોધતા શિક્ષણ મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે આવનારી પેઢીને શિક્ષણની સાથે સાથે સંસ્કારો આપવાનું કાર્ય એક શિક્ષકનું છે. આપણો ભારત દેશ આજે વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે ત્યારે દેશનો એકે-એક યુવાન ગુણવત્ત્।ાયુકત શિક્ષણથી વંચિત ન રહે તે માટે સરકારના પ્રયત્નો રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમાં ભારતની અને ભારતીય સંસ્કૃતિની સ્વીકૃતિ અપાવી છે. પહેલા યોગ એ ફકત ભારતીય સંકૃતિનો એક ભાગ હતું અને આજે એ આખી દુનિયામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામ્યું છે.

આ કાર્યક્રમમાં નાફસ્કોબના ચેરમેન શ્રી દિલીપભાઈ સંદ્યાણી, એચ.એલ.પટેલ, પંકજ કાનાબાર, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, મનીષભાઈ સંદ્યાણી સહિતના આગેવાનો તેમજ સંસ્થાના અધિકારીઓ-કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

(1:17 pm IST)