Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

ઉપલેટાથી પાનેલી ગધેથડનો રસ્તો બિસ્માર

 ઉપલેટાઃ સૌરાષ્ટ્રના ખ્યાતનામ બે મંદિરો જેમાં ગધેથડનું ગાયત્રી મંદિર તેમજ ઢાંક મુકામે આવેલ ઐતિહાસિક ગણેશ મંદિર જે ઉપલેટા પાનેલી રોડથી ગધેથડ ઢાંક જતો રસ્તો આઠ ગામોને જોડતો રસ્તો છે અને લોકોની મોટી અવર જવર રહે છે અને રસ્તા ઉપર ઠેર ઠેર મોટા ગાબડાઓ પડી ગયેલ છે ત્યારે સહકારી આગેવાન જીલ્લા બેંકના ડીરેકટર હરિભાઇ ઠુંમરે આ રોડ રીપેર કરી તેને ડામરથી મઢવા માર્ગ અને મકાન વિભાગને એક વિસ્તૃત પત્ર પાઠવી માંગ કરેલ છે. તસ્વીરમાં ભંગાર રસ્તો નજરે પડે છે.

(12:11 pm IST)