Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

મોટી પાનેલીમાં બાળાઓ ૩૫૧ સળગતા દીવા સાથે માની આરાધના કરે છેઃ કર્ષણભારે

મોટી પાનેલી,તા.૮:ઉપલેટા તાલુકા ના મોટી પાનેલી ની પચાસ વર્ષ જૂની શ્રી શકિત ગરબી મંડળની નાની બાળાઓએ નવરાત્રી મહોત્સવ માં ધમાલ મચાવી સર્વોને ભકિતના માહોલ માં ડૂબાડયા છે.બાળાઓ દ્વારા ખુબજ સાહસ અને સોંર્ય થી ભરેલો રાસ માતાજીની ૩૫૧ દીવડાંઓની જલતી જયોત માથા ઉપર લઈને માં ની આરતી ઉતારેલ બાળાઓના આ અજીબો ગરીબ કોઉતુક થી હજારો લોકો જોવા ઉમટી પડ્યા હતા સર્વો અચ્મ્બિત બની બાળાઓના આ સોંર્ય ને બિરદાવ્યું હતું, બાળાઓએ ગરબીના ચોકમાંમહાદેવના સ્વરૂપમાં છ ફૂટ ના વિશાળકાય જયોતિર્લિંગ ને ખમ્ભા પર ઉંચકીને સ્થાપના કરી હતી.

હજારો લોકો એ દર્શન કરી આવડા મોટા વિશાળકાય શિવલિંગને એક નાની બાળા દ્વારા ખમ્ભા પર ઉંચકીને સ્થાપના કરાતા લોકોએ એકી સાથે હર હર મહાદેવ ના નારા થી ચોકને ગુંજાવી દીધો હતો, સાથેજ બાળાઓએ દસ દસ ભુજાઓ વાળી માં મહાકાળીનું વિકરાળ રોદ્ર સ્વરૂપ ધારણ કરી સિંહ પર અસવાર થઈને અશુરો નો સહાર કરી કોપાયમાન મુદ્રામાં તાંડવઃ રજૂ કર્યું હતું તે જોઈને જોનારા સર્વો ભયભીત બન્યા હતા કે સુ ખરેખર માતાજી પધાર્યા છે એટલું આબેહૂબ ચિત્ર બાળાઓએ રજૂ કર્યું હતું. ગરબી મંડળની બાળાઓ સુંદર પ્રાચીન અર્વાચીન ગરબા સાથે રોજ ના માટે કંઈક અવનવું રજૂ કરે છે જેમાં રાજપુતાના તલવાર રાસમાં પણ જોનારા સૌ છ્ક થઇ ગયા હતા એકી સાથે વિશ બાળાઓએ જુનુન પૂર્વક તલવારો હવામાં ફેરવી ત્યારે એમ લાગતું હતું કે કોઈ રાજપૂત યોદ્ઘો યુદ્ઘ કરી રહ્યો હોય સાથેજ હોળી રાસમાં બાળાઓએ સર્વોને રંગોથી રંગી નવરાત્રીમાં ધુળેટી ઉત્સવ મનાવ્યો તેમજ શ્રીનાથજી ની ઝાંખી રજૂ કરી પ્રભુના આઠેય પહોરના દર્શન પણ કરાવ્યા છે

(12:08 pm IST)