Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

ધોરાજીમાં ભૂલકાઓની ગરબી

 ધોરાજી : બજરંગ ગ્રુપ દ્વારા સમગ્ર ગુજરાતમાં આજથી ૧૭ વર્ષ પૂર્વ ભુલકા ગરબીનો પ્રારંભ કરાવ્યો. આજે ૧૭ વર્ષ બાદ પણ નાત-જાતના ભેદભાવ વગર દરેડ સમજના ૧૧૦૦ ભુલકો એકી સાથે ગરબા લે છે. આ ગરબીમાં ગુજરાતના કેબીનો મંત્રી જયેશભાઇ રાદડીયા પધારતા બજરંગ ગ્રુપના પ્રમુખ સી. સી. અંટાળા અને કાર્યકર્તાઓએ કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાનું સ્વાગત કરેલ  મહેમાનશ્રીઓમાં જયેશભાઇ રાદડીયા, ગોવિંદભાઇ રાણપરીયા, આહીર અગ્રણી સુધીરભાઇ ચાવડા, વી. ડી. પટેલ, હરસુખભાઇ ટોપીયા, અનીલભાઇ વઘાસીયા, પીઆઇ જોષી, કરશનભાઇ માવાણી, જેન્તીભાઇ બાલધા, મેમણ જમાતના પ્રમુખ હાજી અફરોઝ, મુસ્લીમ અગ્રણી બાસીતભાઇ પાનવાળા મકબુલભાઇ ગરાણા, બ્રહ્મસમાજના અગ્રણી નયન કુહાડીયા તેમજ કાર્યકર્તાઓ હાજર રહેલ રમતા ભુલકાઓની તસ્વીરો.

(11:56 am IST)