Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

મીઠાપુરમાં ૭૮ વર્ષ જૂની ગરબીમાં ઘોર અંધારી રાસનુ મહત્વ

મીઠાપુર : ઓખા મંડળ તાલુકામાં આવેલા મીઠાપુર ગામે આશરે ૭૮ વર્ષથી ચાલતી અને આ ગામની સૌથી જુની ગરબી કે જે ટાંકી વાળા ચોકની ગરબી તરીકે પણ ઓળખાય છે તે મીઠાપુર નવરાત્રી મહોત્સવમાં પ્રાચીનથી અતિ પ્રાચીન રીત રીવાજો પ્રમાણે નવરાત્રીની શાનદાર ઉજવણી કરવામાં આવે છે. આ મહોત્સવમાં અથીંગો રાસ કરવામાં આવે છે. આ ઉપરાંત આ ગરબીમાં નાની નાની બાળાઓ દ્વારા લાકડાના ઘોડા બનાવી તેના પર સવાર થઇ પ્રાચીન ગરબો ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર પર શાનદાર ગરબો પ્રસ્તુત કરવામાં આવે છે. આ ગરબાને નિહાળવા માટે ભારે સંખ્યામાં ભકતોની ભીડ જમા થઇ હોય છે. (તસ્વીર - અહેવાલ : દિવ્યેશ જટણીયા મીઠાપુર)

(11:48 am IST)