Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

ભાણવડના પત્રકાર ઉપર હૂમલાના વિરોધમાં આવેદન

ભાણવડ : પત્રકાર હિતેન્દ્રસિંહ જાડેજા પર શુક્રવાર તા. ૪-૧૦ ની સાંજના પાંચ વાગ્યા આસપાસ શહેરમાં આવેલી શિવકૃપા સ્કુલના સંચાલક જીવા પાલા કરમુરે (જે. પી. કરમુર) દૈનિક પેપરમાં તેમની સ્કુલમાં વિદ્યાર્થીનીને ઢોર માર મારવા અંગે વાલીની ફરીયાદને પગલે અગાઉ સમાચાર છાપેલા જેનો રાગદ્વેષ રાખી સ્વીફટ કારમાં આવી આજે તેને પતાવી દેવો છે તેમ કહી હૂમલો કરતા નાની કટર જેવી તિક્ષ્ણ વસ્તુથી નાક અને ગાલ પર ઉઝરડા પાડી મુંઢ માર મારી ઇજા પહોંચાડી હતી. આ હુમલાના સમગ્ર દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે અને પત્રકારોની સલામતીનો પ્રશ્ન અતિ વિકટ બની ગયેલ છે. આ ઘટનાને વખોડી કાઢી હૂમલો કરનાર શાળા સંચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવે એ મુજબની માંગ સાથે ભાણવડ તાલુકાના પત્રકારોએ જીલ્લા પોલીસ વડાને ઉદેશીને ભાણવડ પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇન્સ્પેકટરને તેમજ ભાણવડ મામલતદાર કચેરી ખાતે મામલતદારને રોષભેર આવેદન પત્ર પાઠવેલ હતું. (તસ્વીર - અહેવાલ : ડી. કે. પરમાર -ભાણવડ)

(11:48 am IST)