Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે સારા સંસ્કારોનું નિર્માણ થાય તે જરૂરી : કુંવરજીભાઇ બાવળીયા

વિંછીયામાં અજમેરા-ધોળકીયા સ્કુલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તેજસ્વી છાત્રોનું સન્માન

 આટકોટ તા.૮ : આજ રોજ વિછીયા એમ.બી અજમેરા હાઈસ્કુલ તેમજ પોપટલાલ કાળીદાસ ધોળકિયા હાયર સેકન્ડરી સ્કૂલમાં સંસ્થાના માનદ મંત્રી શ્રી કાંતિલાલ જીવરાજભાઈ માથુકીયા તથા ઉપપ્રમુખ શ્રી મેહુલભાઈ ધોળકિયાના અધ્યક્ષસ્થાને ભવ્ય અને દિવ્ય રંગા રંગ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો, કાર્યક્રમમાં શાળાના આચાર્ય બી.કે પરમારે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા જેમાં ૯ થી ૧૨ ધોરણના પ્રથમ ૧ થી ૫ ક્રમાંકે ઉત્ત્।ીર્ણ થયેલ વિદ્યાર્થીઓને સન્માનિત કરી નવાજવામાં આવ્યા હતા, કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ ખાસ હાજર રહી વિદ્યાર્થીઓને સ્કુલ બેગ આપી સન્માનિત કર્યા હતા.

 કુવરજીભાઈ બાવળિયાએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે સાથે સારા સંસ્કારોનું નિર્માણ થાય સારા ચારિત્ર્યનુંઙ્ગ નિર્માણ થાય અને સમાજ શિક્ષણ યુકત બને,ઙ્ગ સમાજ વ્યસન મુકત બને,ઙ્ગ ગાંધીજીના નૈતિક મૂલ્યો અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા અને રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવા તેમજ સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાવા અને રાજય સરકારશ્રી ની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તેવો આ તકે સૌને અનુરોધ કર્યો હતો આ સંસ્થામાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ અભ્યાસ કર્યો હતો અને અભ્યાસ કર્યા બાદ આજ સ્કૂલમાં વિજ્ઞાન શિક્ષક તરીકે પોતાની પોતાની સેવા આપીઙ્ગ હતી તેમજ આ સંસ્થા સાથેના જુના સંસ્મરણો વાગોળ્યા હતા વિદ્યાર્થીઓને માનવીયઙ્ગ જીવનમૂલ્યોથી સભર કરવાનો સાર્થક પ્રયાસ એટલે શૂન્યમાંથી સર્જન થયેલ એમ.બી અજમેરા હાઈસ્કુલ તેમજ પોપટલાલ કાળીદાસ ધોળકિયા સ્કૂલમાં જીવનલક્ષી કેળવણીનું શિક્ષણ આપતી એક માત્ર સંસ્થા આજે એક વટવૃક્ષ બની વિછીયા તેમજ આજુબાજુના વિસ્તારની પ્રજા માટે કોઈપણ નાતજાતના ભેદભાવ વગર એડમિશન આપતી સંસ્થા આજે આશીર્વાદરૂપ સમાન બની છે ધોળકિયા પરિવારે વર્ષો પહેલા પોતાની પરિસ્થિતિ સમય સંજોગોને ધ્યાનમાં લઇ સારા ઉજ્જવળ ભવિષ્ય અને સારી કમાણી કરી જીવનધોરણને બહેતર બનાવવા માટે વતનનો મોહ મૂકીને વતન બહાર નીકળવું પડ્યું હતું અમદાવાદ દિલ્હી સ્થાયી થયા હતા.

 ત્યાં પોતાની મહેનત આવડત અને દીર્દ્યદ્રષ્ટિ થી ધંધાના હરણફાળ રૂપે વિકાસ કરી વિછીયા ગામની ભૂમિને ગૌરવ અપાવ્યું છે અનેઙ્ગ પરંતુ વતન એટલે જન્મ સ્થળ જયાં આપણું બાળપણ વીત્યું હોય શૈશવકાળ ગુજાર્યો હોય જિંદગીના શરૂઆતના વર્ષો ગાળ્યા હોય અને જેનું સ્મરણ જિંદગી પર્યન્ત રહે તેજ વતન, ગુજરાતીમાં કહેવત છે ઙ્કજનની જન્મ ભૂમિસ્ય સ્વર્ગાદપિ ગરીયસીઙ્ખ એટલે જન્મદાતા મા અને જયાં જન્મ થયો હોય એ વતન ધરતી સ્વર્ગ કરતાંય ચડિયાતી છે ! ધરતીની ધૂળને અને માટીની મહેકને પ્રણામ કરતા ધોળકિયા પરિવારે સાર્થક કર્યું છે આજે વિછીયામાંઙ્ગ સાધના આરાધના અને ઉપાસના પવિત્ર નવરાત્રિના તહેવારમાં વિછીયા એમ.બી અજમેરા હાઈસ્કુલ તેમજ પોપટલાલ કાલિદાસ ધોળકિયા સ્કૂલનાઙ્ગ વિદ્યાર્થીઓને તેમજ વિછીયા ગામ ની તમામ ગરબી મંડળની બાળાઓને પ્રસાદનો લાભ આપ્યો હતો.

 પોતાના વતન પ્રેમના દર્શન જોવા મળ્યા હતા અને ઋણ અદા કર્યું હતું આ પ્રસંગે સંસ્થાના મંત્રીશ્રી કાંતિભાઈ માથુકિયા સ્થાનિક પ્રતિનિધિ શ્રીઓ ટ્રસ્ટીઓ સર્વો શ્રી બીપીનભાઈ જસાણી, ડોકટર મકાણી સાહેબ,અમદાવાદ મુંબઈ અને દિલ્હી થી આવેલ મહેમાનો તેમજ સ્થાનિક અગ્રણીઓ પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઇ વાલાણી, અનિલભાઈ બરછા, માધુભાઈ વૈષ્ણવ,અશોકભાઈ શાહ, નિવૃત શિક્ષકો મનુભાઈ ચૌહાણ, કે.પી બોખાણી,ધીરજલાલ ધોરડા, કે એમ પટેલ સાહેબ વગેરે ગ્રામજનો હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી રસિકભાઈ મુંજપરાએઙ્ગ કર્યું હતું તેમ વિનોદભાઇ વાલાણીએ જણાવ્યું હતુ.

(11:42 am IST)