Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

મોરબી માધાપરવાડી પ્રા.શાળામાં નવરાત્રી મહોત્સવ

 મોરબીઃમાધાપરવાડી શાળાની બાળાઓ માટે શાળામાં નવરાત્રી મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું શાળાની ૩૧૪ શકિત સ્વરૂપ વિદ્યાર્થીનીઓ અને દૈવીશકિત સ્વરૂપ તમામ શિક્ષિકા બહેનોએ મન મુકીને ગરબે રમીને માં દુર્ગાની આરધાનનાનું પર્વ દિપાવ્યું હતું. અને સારી રીતે ગરબે રમનાર વિદ્યાર્થીનીઓ કાજલ કરશનભાઈ ગોલતર - રાગ તાલ, ગાયન,ચાવડા રાજલ કાંતિલાલ વેલ ડ્રેશ, ચાવડા ખુશીલા પ્રવીણભાઈ ગુડ એકશન, ચાવડા માયા તુલસી ડાન્સ, પરમાર વંદના હંસરાજભાઈ વેલ ડ્રેસ,ચાવડા યશવંતી તુલસી વેલ એકશન, પરમાર ભાવિકા દયારામ ઓલ દેખાવ વગેરેમાં ખૂબ સરસ દેખાવ કરનારને શૈક્ષણિક કીટ અને સ્મૃતિચિહ્રન અર્પણ કરી પ્રોત્સાહિત કરેલ છે.

(11:30 am IST)