Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

તળાજાના સરતાનપરના માછીમારોને સમુદ્રમાંથી મળી રાક્ષસીકદની માછલી:લોકો નિહાળવા ઉમટ્યા

આ માછલીનું વૈજ્ઞાનિક નામ 'પ્રિન્ટીઝ-સો-ફીશ' :શાકૅકુળની આ માછલીંનું મુળ વતન એટલાન્ટીક મહાસાગર

ભાવનગર:જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપરના માછીમારોને દરિયો ખેડતા સાગરખેડૂઓને દુર્લભ અને રાક્ષસી કદની માછલી મળતા લોકો હેરતમાં મુકાઈ જવા પામ્યા છે

  જાણવા મળતી વિગતો અનુસાર તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે રહેતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ કાળુભાઈ અંતુભાઈ ભીલ તથા અન્ય સભ્યો નિત્યક્રમ મુજબ તાજેતરમાં સમુદ્રમાં |ચ્છીમ|રી અર્થેગપા હત|.જ્પાં તેમની જાળમાં અકસ્માતે એક વિશાળ જળચર જીવ ફસાતા માછીમારોએ મઘદરિયે અથાગ પ્રયત્નો બાદ ઝાળ હોડી પર ખેચતા ઝાળમાં દેશી ભાષામાં ઓળખાતી (કરવત માછલી) મૃત હાલતમાં મળી આવી હતી. આથી માછલીને સલામતીપૂર્વક સરતાનપર બંદરે લાવવામાં આવી હતી

  તટ પર માછલીને નિહાળવા મોટીસંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. માછીમારી દ્વવારા વાહન મારફતે વેચાણ અર્થે લઈ જવામાં આવી હતી. માછલી અંગે વધુ માહિતી આપતા ભાવનગરના જાણીતા પક્ષીવિદ્દ અને એમ.કે ભાવ. યુનિ.ના પ્રોફેસર ઈન્દ્રભાઈ ગઢવીએ જણાવ્યું હતું કૅ, માછલીનું વૈજ્ઞાનિક નામ 'પ્રિન્ટીઝ-સો-ફીશ' છે. શાકૅકુળની માછલીંનું મુળ વતન એટલાન્ટીક મહાસાગર છે. માછલી ભાગ્યે ખાડીમાં જોવા મળે છે પરંતુ અરબી સમુદ્રમાં મહારાષ્ટ્રથી નીચેના પટ્ટામાં આવેલ સાગરમાં જોવા મળે

  ફીશની વિશ્વમાં  પ્રજાતિ નોંધાયેલી છે અને દુનિયામાં માછલીના વિવિધ અંગોની ઉચી કિંમત તથા બહોળી માંગને લઈને તેનો બેફામ શિકાર થયો હોય હાલ તેનો સમાવેશ લુપ્ત થતી પ્રજાતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મલેશીયા સ્થિત આંતરરાષટ્રીય સંસ્થા આઈસીયુએન દ્વારા તેને બચાવવા મેદાને પડી છે. ભારતના સમુદ્રમાં પણ શેડ્યુઅલ () હેઠળ આરક્ષિત માછલીના શિકાર પર પ્રતિબંધ છે

  શાર્કકુળની હોવા છતા તે ખુબ શાંત સ્વભાવનીં હોય છે. માનવો માટે કોંઈખતરો બનતી નથી તેનો મુખ્ય ખોરાક શંખ, છીપ હોય છે. ભાગ્યે ક્યારેક તે ખોરાકની શોધમાં ખાડીમાં આવી ચડે છે. ભાવનગરની ખાડીમાં અત્યાર સુધી માછલી જોવા મળી નથી

(10:48 pm IST)
  • મધ્ય આફ્રિકામાં ગુજરાતના બે યુવાનો નજીબુ નજીક તણાઇ ગયા : મધ્ય આફ્રિકાના નજીબુ નજીક મોટા સરોવરમાં અમદાવાદ જિલ્લાના જયપાલ પટેલ અને ભાવીન પટેલના બે યુવાનો તણાઇ ગયાનું અકિલા ફેસબુક લાઇવ ન્યુઝના (akilanews.comબપોરે ૧૨:૪૫ થી ૧:૧૦) શ્રોતા શ્રી ભુપતભાઇ જોબનપુત્રાખે લાઇવ ન્યુઝ દરમિયાન ફોન કરી જણાવ્યું હતુ. access_time 3:28 pm IST

  • ઠાકોર સેનામાં ભંગાણ ?: અલ્પેશ ઠાકોરથી મોટાભાગના પ્રમુખો નારાજ : અલ્પેશ ઠાકોરે અધિકારી યાત્રા રદ કરવી પડીઃ બે દિવસ પહેલા બોલાવેલી બેઠકમાં માત્ર ત્રણ જિલ્લા પ્રમુખોની હાજરીઃ અલ્પેશ રાજકારણ ખેલી રહયા હોવાના આક્ષેપો access_time 3:28 pm IST

  • અમદાવાદ:પીએફના બિલ પાસ કરાવવા માટે 2000ની લાંચ લેતો જુનિયર ક્લાર્ક એસીબીના છટકામાં સપડાયો access_time 11:10 pm IST