Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

મોરબી જિલ્લાને તાકીદે અછતગ્રસ્ત જાહેર કરવા માંગણી :જિલ્લા પંચાયત પ્રમુખે લખ્યો કલેટરને પત્ર

ખુબ ઓછા વરસાદને કારણે ખેડૂતોએ બ બે વાર વાવેતર કર્યું છતાં પાક નિષ્ફ્ળ :કિશોરભાઈ ચીખલીયા

મોરબી જિલ્લાને તાકીદે અછતગ્રસ્ત જાહેર કરીને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ પ્રતિકૂળ પરિસ્થિતિ મુજબનું જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરી હતી.

    જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જિલ્લા કલેક્ટરને રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે. ખેડૂતોએ બે બે વાર વાવેતર કર્યું હોવા છતાં પાક નિષ્ફળ ગયો છે. વધુમાં ચાલુ વર્ષે નર્મદા કેનાલમાંથી પણ મોરબી જિલ્લાને પાણી મળ્યું નથી. ત્યારે આવી પરિસ્થિતિમાં મોરબી જિલ્લાના તમામ ગામોમાં પાક નિષ્ફળ ગયો છે

   ખેડૂતોનો પાક નિષ્ફળ જતા તેઓની હાલત કફોડી બની છે. જેથી મોરબી જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરીને પ્રધાનમંત્રી ફસલ યોજના હેઠળ પ્રતિકૂળ પરિસ્થિતિ મુજબનું જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી માંગ છે.

(8:02 pm IST)