Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

લીંબડીના પાણશીણાની શાળામાં શિક્ષીકાએ આચાર્યને ફડાકા ઝીંકયાઃ હાજરી પત્રક ફાડી નાંખ્યુ

વઢવાણ તા. ૮ :.. લીંબડી તાલુકાના પાણસીણા ગામની શાળા નં. ૧ માં ગાંધીનગરથી અપડાઉન કરતા શિક્ષીકા મેઘાબેન તનસુખલાલ પંડયા, ધો. રમાં રજા ઉપર ગયેલા હતાં. શિક્ષકની જગ્યા પિરીયડ લેવા માટે શાળાના આચાર્ય ભરતકુમાર અમૃતલાલ જાદવાણીએ કહેલ હતું.

શિક્ષિકા મેઘાબેન પંડયા દ્વારા હુ શું કામ બીજાનો પીરીયડ કરાવુ... તેવુ જણાવતા આચાર્ય દ્વારા અડધી રજા લખવાનું કહેતા મેઘાબેન પંડયા ગાંધીનગર વાળાએ આચાર્યને ફડાકા વાળી કરેલ હતી અને રેડીયો અને પંચિંગ મશીનનો પણ ઘા કરી માર માર્યો હતો. શાળાનું હાજરી પત્રક પણ ફાડી નાખેલ હતું.

આ બનાવની જાણ થતા ગામના ગ્રામજનો શાળામાં દોડી આવ્યા હતા અને શાળાને તાળાબંધી આ ઘટના બનતા કરેલ હતી. ત્યારબાદ ટી. પી. ઇ. એ આવી શાળા ખોલાવી કાર્યરત કરેલ હતાં. આચાર્યએ જણાવેલ કે બહેન ફ્રી હતા અને શિક્ષક રજા ઉપર પણ હતા એટલા માટે મેં એમને કલાસ અને પીરીયડ લેવા માટે જણાવેલ ત્યારે આ ઘટના બનવા પામેલ હોવાનું ફરીયાદમાં જણાવેલ છે.

(3:34 pm IST)